હિન્દ ન્યુઝ, બોટાદ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે સ્વામિનારાયણ હાઇસ્કુલ-લાઠીદડ, શ્રી કન્યા વિદ્યાલય-લાઠીદડ ખાતે લાઠીદડ ક્લસ્ટરના ઢીંકવાડી ગામ ખાતે બોટાદ શહેરના મામલતદાર એમ.એમ. પરમારના અધ્યક્ષ પદે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના, તેમજ સમાજ ઉપયોગી વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્થાનિક અગ્રણીઓ, દાતાશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
