કોડીનાર તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને કોડિનાર તાલુકામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યાં છે.

જેમાં મૂળદ્વારકા(મઠ) સહિતના તમામ બૂથોમાં ‘તમારા મતદાન મથકને જાણો’ અંતર્ગત તમામ બુથોની નાગરિકોએ મુલાકાત લીધી હતી અને ચૂનાવ પાઠશાળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 ઉપરાંત માછીમાર સમાજની મહિલાઓ પણ પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને મતદાન કરે તે માટે સંવાદ સાધીને નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

મનરેગામાં કામ કરતા મજૂરો, કંપનીઓના કર્મચારીઓ, શ્રમજીવીઓ સહિત વિવિધ જગ્યાઓએ મતદાન જાગૃતિ અંતર્ગત બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવા સાથે ‘હું અવશ્ય મતદાન કરીશ’ના શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

આ તકે તાલુકા વિકાસ અધિકારી બી.જી.બગથરિયા અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment