હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યાં છે. કોઇપણ ખેતી પાક અથવા ફળઝાડ ઉપર છંટકાવ કરવા માટે ઘરે જ ઓછા ખર્ચવાળી દવા બનાવવી સરળ છે ત્યારે દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અંગે વિગતવાર જાણીએ. દશપર્ણી અર્ક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી ૨૫૦ લિટર ક્ષમતાની ટાંકી અથવા લોખંડના બેરલમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં દેશી ગાયનું ૨૦ લિટર ગૌમૂત્ર નાખો. ભેંસનું અને જર્સી એચ. એફ. અથવા સંકર ગાયનું ગૌમત્ર ચાલશે નહીં. એક લોઢાનાં અથવા જર્મનના તપેલામાં ૫ લિટર પાણી લઈને તેમાં ૨ કિલો દેશી…
Read MoreDay: July 31, 2025
બોટાદ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગ, વાસ્મો કચેરી તથા સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બોટાદ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ તકે તેમના અધ્યક્ષસ્થાને બોટાદ શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગ, વાસ્મો કચેરી તથા સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ બોટાદ જિલ્લાના વિવિધ પ્રગતિ હેઠળના અને સંભવિત સિંચાઈ પ્રોજેક્ટ્સની વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને જિલ્લાની મહત્વપૂર્ણ નદીઓ જેમ કે ગોમા, સુખભાદર, સીતાપરી, કેરી, ઘેલો તથા અન્ય…
Read Moreપોષકતત્વોનો ખજાનો બાજરો : પ્રાકૃતિક ખેતીથી બાજરો ઉગાડવાની રીત જાણો, ભાગ ૧
હિન્દ ન્યુઝ, બોટાદ આપણાં રાજ્યના રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રી પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ અલગ અલગ પાકોનું વાવેતર અને તેની કાળજી પ્રાકૃતિક ઢબે કેવી રીતે રાખી શકાય તેની સંકલિત માહિતી સાથે માહિતીસભર લેખ આપવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીશું કે પ્રાકૃતિક ખેતીથી કેવી રીતે બાજરાનું વાવેતર કરી શકાય…પ્રાકૃતિક ખેતી દ્વારા બાજરો ઉગાડવો એ પરંપરાગત અને ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે એટલું જ નહીં પરંતુ પાકની ગુણવત્તા અને પોષક મૂલ્યમાં પણ…
Read Moreપીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫
હિન્દ ન્યુઝ, બોટાદ પી એમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય,બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ રહેશે. જવાહર નવોદય વિદ્યાલય, બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૦૮ થી ૩૧/૦૭/૨૦૧૦ વચ્ચેની હોવી જોઈએ. વિદ્યાર્થીએ ગત વર્ષ ૨૦૨૪-૨૫ સરકારની માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વિદ્યાર્થીએ ધોરણ-૧૦ માં ૬૦% અથવા તેનાથી વધારે ટકા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. …
Read Moreસંરક્ષણ ભરતી પૂર્વ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે અગત્યની જાણકારી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટિંગ ઓફિસ-જામનગર દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થનાર છે.જેમાં બોટાદ જિલ્લાનાં યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીનાં તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસનાં નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા કરવામાં આવનાર છે. તાલીમવર્ગમાં જોડાયેલ યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ…
Read Moreબોટાદ જિલ્લાકક્ષા કલા મહાકુંભ-૨૦૨૫/૨૬ સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લાઓમાં કલા મહાકુંભ:૨૦૨૫/૨૬ આયોજન કરવામાં આવ્યું છે. કલા મહાકુંભમાં કલાકારો સ્પર્ધકો ભાગ લે તે હેતુથી તાલુકા કક્ષાએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની અલગ-અલગ ૦૪ (ચાર) વયજુથમાં ભાઈઓ-બહેનો માટે સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિત્ય ક્રમે વિજેતા થયેલાં સ્પર્ધકો તેમજ સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર કૃતિઓની તા.૦૫/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ, તરઘરા ખાતે જિલ્લાકક્ષાની કુલ ૨૭ કૃતિઓની…
Read Moreશ્રી ભાંભણ પ્રાથમિક શાળામાં બાળકોની સલામતીને ધ્યાને રાખી તંત્રનું આગોતરું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સમયાંતરે નિયમિત જિલ્લાની વિવિધ શાળાઓની જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર, ટેકનિકલ રિસોર્સ પર્સન અને અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓની ચકાસણી કરવામાં આવે છે. જે અન્વયે ચકાસણી દરમિયાન શ્રી ભાંભણ પ્રાથમિક શાળામાં બે ઓરડામાં તિરાડ ધ્યાને આવતાં તાત્કાલિક સાવચેતીના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે રાજ્ય કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીને જાણ કરવામાં આવી હતી.જે અન્વયે રાજ્યની સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીના સિવિલ વિભાગ દ્વારા શાળાની તા.૨૦/૦૭/૨૦૨૫ ને રવિવારે રૂબરૂ મુલાકાત કરવામાં આવી…
Read Moreતા. ૦૪ ઓગસ્ટ ના રોજ નલીની આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે ફક્ત મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા માં તા.૧ ઓગસ્ટ થી શરૂ થતો નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૦૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ અન્વયે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે. મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી આણંદના સંયુક્ત ઉપક્રમે તા.૪ ઓગસ્ટના સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નલીની અરવિંદભાઈ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે ફક્ત મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં એસએસસી, એચએસસી, સ્નાતક,અનુસ્નાતક ની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૪૫ વર્ષ…
Read Moreઆણંદ જિલ્લામાં તા.૧લી ઓગસ્ટ થી તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે અન્વયે આણંદ જિલ્લામાં તા.૧લી ઓગસ્ટ થી તા. ૦૮ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓના સર્વાંગી વિકાસ સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિત મહત્વના પરિબળો અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ…
Read Moreબાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર થકી માત્ર બે મહિનામાં જ પ્રાકૃતિક કૃષિના આયામોના વેચાણ દ્વારા રૂ.૭૦ હજારની આવક મેળવતા વલાસણના પ્રકાશભાઈ સોલંકી
હિન્દ ન્યુઝ, આણંદ એક સમયમાં દેશના ભાવિ એવા બાળકોના ઘડતરમાં યોગદાન આપી ચૂકેલા શિક્ષક અને સાંપ્રત સમયમાં સમાજના આરોગ્યની દરકાર કરી રહેલા આણંદ જિલ્લાના વલાસણ ગામના પ્રકાશભાઈ સોલંકીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના સઘન પ્રયાસોથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઝંપલાવ્યું. વલાસણના પ્રકાશભાઈએ માત્ર પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રાકૃતિક જણસના વેચાણથી અટક્યા નહીં,પરંતુ ત્યાંથી આગળ વધીને પ્રાકૃતિક કૃષિ માટેના જરૂરી આયામો માટેનું ઉત્પાદન કરતું બાયો ઇનપુટ રિસોર્ટ સેન્ટર (BRC) (જીવામૃત અને ઘન જીવામૃત વેચાણ કેન્દ્ર) યુનિટનો શુભારંભ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સહાય લઈને કર્યો. પ્રકાશભાઈ બાયો ઈન્પુટ રિસોર્ટ સેન્ટરની વિગતવાર…
Read More


