પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫

હિન્દ ન્યુઝ, બોટાદ

               પી એમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય,બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ રહેશે. 

                જવાહર નવોદય વિદ્યાલય, બોટાદમાં ધોરણ-૧૧ માં પ્રવેશ માટે અરજી કરવા ઈચ્છુક વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧/૦૬/૨૦૦૮ થી ૩૧/૦૭/૨૦૧૦ વચ્ચેની હોવી જોઈએ. વિદ્યાર્થીએ ગત વર્ષ ૨૦૨૪-૨૫ સરકારની માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વિદ્યાર્થીએ ધોરણ-૧૦ માં ૬૦% અથવા તેનાથી વધારે ટકા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.

              વિદ્યાર્થીએ સાયન્સ સ્ટ્રીમમાં પ્રવેશ લેવા માટે ઓછામાં ઓછા ૬૦% માર્ક્સ વિજ્ઞાન વિષયમાં તેમજ ગણિત વિષયમાં ૬૦% માર્ક્સ અને બંને વિષય મળીને ૬૦% હોવા જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ રહેશે. 

               અરજી કરવા ઈચ્છુક વિધાર્થીઓએ www.navodaya.gov.in પર થી ઓનલાઈન અરજી કરી શકશે. તેમજ ઓફલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ ભરી જવાહર નવોદય વિદ્યાલય બોટાદના ઈ-મેલ jnvbotad@gmail.com પર અથવા રૂબરુ વિદ્યાલયમાં આવી જમા કરાવી શકાશે.

                       

Related posts

Leave a Comment