આવતીકાલે બોટાદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં રાજકીય શોક સાથે પ્રાર્થના સભા યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આવતીકાલે તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બોટાદ સહિત રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત નિયમિતપણે રાષ્ટ્રધ્વજ જે ઇમારતો પર લહેરાવવામાં આવતો હોય ત્યાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે તેમજ તા. ૨/૧૧/૨૦૨૨ ના રોજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમનું આયોજન થશે નહીં. તમામ ગામડાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં મોરબીની બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment