જિલ્લા કલેકટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ રોડ-રસ્તાના પડતર કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેકટર બી.એ. શાહે સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો દૂર કરવામાં આવે તેમજ મહત્વની જગ્યાઓ પર સાઈન બોર્ડ મુકવા આવે. કલેક્ટરએ રસ્તાના અધુરા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.

બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર મુકેશભાઈ પરમાર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment