ભારત વર્ષમાં પાણી બચાવો અભિયાન અંતર્ગત “વરસાદ ને ઝીલો” કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ખારેલ

તા.૨૭-૦૭૨૦૨૩ ના રોજ ખારેલ મુકામે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા સંપૂર્ણ ભારત વર્ષ માં પાણી ની બચાવો માટે “વરસાદ ને ઝીલો” ના કાર્યક્રમ કરે છે અને આ કાર્યક્રમ માં નેહરુ યુવા કેન્દ્ર- નવસારી દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે યુવાઓ માટે જાગરૂકતા અભિયાન ચલાવે છે. આ હેઠળ નેહરુ યુવા કેન્દ્ર નવસારી એ અનિલ નાઈક ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ રૂપે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલ ,જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘા, અનિલ નાયક ફાઉન્ડેશનના કોર્ડીનેટર શ્રીમતી સ્નેહા રાઉત એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ શ્રીમતી વર્ષા રોંધા દ્વારા વધુમાં જણાવ્યું કે પૃથ્વી પર પાણી ખૂબ જ સીમિત પ્રમાણમાં છે આપણે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

આ કાર્યક્રમમાં શ્રી નમિતા સાવલા દ્વારા જાગૃતિ અંગેનો એક સેમીનાર યોજાયો હતો. આ ઉપરાંત એક ખૂબ જ સરસ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય નું શીર્ષક ” જળ બચાવો જીવન બનાવો” હતું અને તેનું હેતુ આપણે રોજિંદા જીવનમાં થઈ રહેલ પાણીનો દુર્વ્યય અને દુરુપયોગ ના કારણે આવનાર ભવિષ્યમાં પાણીની કેવી દુનિયા હશે, પાણીની અછતના કારણે કેવી કેવી સમસ્યાઓ સર્જાશે અને આ સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે કંઈલ કાળજીઓ રાખવી જોઈએ તે અંગે વિગતવાર સમજાવ્યું હતું. આ નુક્કડ નાટકમાં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નિમેષ ગડ્ડમ, જીનલ કાનાણી, ધ્રુવી ભરડા, નિશા પ્રજાપતિ અને વૃંદા બારીયા એ વિવિધ પાત્રનું અભિનય કરી લોકોને પાણીની મહત્વતા સમજાવી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ બાળકોએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘાજી ના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્ર નવસારી ના રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : જયદીપ રાવલ, ચીખલી

Related posts

Leave a Comment