વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જસદણ થી હજારોની સંખ્યામાં કાર્યકરો રાજકોટ પહોંચ્યા

હિન્દ ન્યુઝ, જસદણ

          ભારતના યશસ્વી અને ખૂબજ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ સૌરાષ્ટ્રને એક અદભુત ભેટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના તેમજ ફ્લાય ઓવરબ્રીજ સહિતના લોકાર્પણ માટે રાજકોટ પધારી રહેલ હોય ત્યારે હરખ સાથે મોદી ને વધાવવા માટે જસદણ શહેર ભાજપની ટીમ દ્વારા કાર્યકરો સાથે રાજકોટ રવાના થયેલ. જેમાં વોર્ડ નંબર ત્રણના પંકજભાઈ ચાંવની અધ્યક્ષતામાં સાચી કાર્યકરો અમરશીભાઈ, રાધેશ્યામભાઈ, જે.બી.પરમાર, ડી.કે.પરમાર, જયદીપભાઇ રાઠોડ, મુકેશભાઈ, જયરાજભાઇ સહિત અનેક આગેવાનો સાથે મોદી ને આવકારવા રાજકોટ ખાતે રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment