બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો ભરાયા

હિન્દ ન્યુઝ, બોરસદ

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.

   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમની વિગતો જોઈએ તો, આણંદ જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ નિયત કરવામાં આવી છે, ત્યારબાદ તા.૧૩ એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે અને તા.૧૫ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે.

   ઉમેદવારી પત્રો ભરવાના આજે બીજા દિવસે બોરસદ નગરપાલિકા ની 36 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે.આ સિવાય અન્ય 05 નગરપાલિકાઓમાં ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા અને તારાપુરમાં તથા કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને આણંદ જિલ્લાની તમામ 08 તાલુકા પંચાયત ખાતે આજે ઉમેદવારી પત્ર ભરવાના બીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment