તા.૧૧/૦૪/૨૦૨૬ સુધી ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ પરથી ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદમાં PCS Girder Lunching ની કામગીરી તા.૧૧/૦૪/૨૦૨૬ (કુલ ૭ દિવસ) દરમ્યાન હાથ ઘરવા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંઘ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા વૈકલ્પિક માર્ગ સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

    જે મુજબ આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આગામી તા.૧૧/૦૪/૨૦૨૬ સુધી આણંદ ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઇડ અને અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સાઈડના બન્ને બાજુના સર્વિસ રોડ બંધ કરી ઉકત સમયગાળા દરમ્યાન ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે તથા તે રસ્તા ઉપરથી પસાર થતાં વાહનોને જાહેરનામામાં જણાવેલ માર્ગોએ વાળવા (ડાયવર્ટ કરવા) હુકમ કર્યો છે.

    જે મુજબ આણંદ ગણેશ ચોકડીથી અમૂલ ડેરી તરફ જતા સર્વિસ રોડ પર જતા વાહનો ગણેશ ચોકડીથી બોરસદ ચોકડી થઈ ઉમાભવન થઇ ઓવરબ્રીજ ચઢી મહારાણા પ્રતાપ સર્કલ થઈ વ્યાયામશાળા થઈ જુની સીવિલ કોર્ટ થઇ આણંદ અમૂલ ડેરી તરફ જઇ શકશે.

    તે જ રીતે અમૂલ ડેરીથી ગણેશ ચોકડી તરફ જતો સર્વિસ રોડ પર જતા વાહનો અમૂલ ડેરીથી જુની સીવિલ કોર્ટ થઈ વ્યાયામશાળા થઈ મહારાણા પ્રતાપ સર્કલ થઇ બ્રીજ ચઢી જુના સેવાસદન ત્રણ રસ્તા થઇ ગણેશ ચોકડી તરફ જઇ શકશે.

     આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment