ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬, વિજ્ઞાનપ્રવાહના ગણિત (૦૫૦), રસાયણવિજ્ઞાન (૦૫૨), ભૌતિકવિજ્ઞાન (૦૫૪), જીવવિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: gshsebsciencekey@gmail.com ઉપર તા.૦૪/૦૪/૨૦૨૬, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રજૂઆત ફક્ત E-MAIL મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂા.પ૦૦/-ચલણથી “SBI BANK”માં ભરવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. રજૂઆત સાથે નાણાં ભરેલ ચલણની નકલ E-MAIL મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે. જેની નોંધ લેશો.

Related posts

Leave a Comment