હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન-૨૦૨૫ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જે જાહેરાતમાં જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે.
આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મતા.૦૧/૦૬/૨૦૧૮ થી તા.૩૦/૦૫/૨૦૧૯ દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.૦૪/૦૪/૨૦૨૬ થી તા.૧૭/૦૪/૨૦૨૬ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN માં ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે રજુ કરવાના પુરાવા પૈકી બાળકનું જન્મ પ્રમાણપત્ર, બાળકના માતા અને પિતાના આધાર કાર્ડ, કુટુંબનું રાશન કાર્ડ (જેમા બાળકનું નામ ફરજીયાત જરૂરી છે) તેમજ જો પુરાવાઓ રાજકોટ શહેર સિવાયના હોય તો રાજકોટ શહેરમાં જ્યાં રહેતા હોય તે જગ્યાનો રહેણાંક નો પુરાવો. તેમજ સાથે જોડેલ નમુના મુજબનું રૂ. ૫૦ ના સ્ટેમ્પપેપર ઉપર કરેલ નોટરાઇઝડ સોગંદનામુ રજુ કરવાનું રહેશે.
