ઉમરેઠ વિધાનસભાના ગામોમાં મતદાન જાગૃતિ રેલી અને નાટક યોજાયા

હિન્દ ન્યુઝ, ઉમરેઠ

111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ ના રોજ થશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે 46 જેટલા ગામોમાં મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવા સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી જે. એસ. પટેલ ચૂંટણીલક્ષી ફરજ નિભાવી રહ્યા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા મતદારોમાં જાગૃતિ આવે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને મતદાન કરવાથી કોઈપણ મતદાર વંચિત રહી ન જાય તે માટે ઉમરેઠ તાલુકાના વિવિધ 46 ગામોમાં શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી રહી છે, જેમાં મત આપવાની અપીલ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના મતદાન કરવા અંગેના સૂત્રોચાર કરી ગામના નાગરિકો 100 ટકા મતદાનમાં જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે અપીલ કરવામાં આવી હતી.

111 -ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી 2026 અંતર્ગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી હતી તથા ચૂંટણીમાં મતદાન કરવા અંગેનું નાટક ભજવ્યું હતું આ ઉપરાંત ચૂંટણીમાં મતદાન કરવા મતદારો પ્રેરાય તે માટે પત્ર લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ, 111 -ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ગામો ખાતે સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી દ્વારા મતદારો ને મતદાન જરૂરથી કરજો તે પ્રકારનો સંદેશો આપવા માટે વિવિધ કાર્યક્રમો રોજેરોજ કરવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment