સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની થશે ભવ્યાતિભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ 

આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરએ તમામ વિભાગોને એકજૂટ થઈને સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થાય તે બાબતનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું.

બોટાદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના રમતવીરો, શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ તેમજ જિલ્લાના અગ્રણીઓનું સન્માન કરવામાં આવશે. સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમની ઉજવણીના આગોતરા આયોજન માટે યોજવામાં આવેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારીઓ સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ

Related posts

Leave a Comment