મહિસાગર કલેકટર ભાવિન પંડયા દ્રારા ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહિસાગર

બાળકોમાં ડ્રગ્સ અને માદક ડ્રવ્યોનો ઉપયોગ રોકવા અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે “ એક યુધ્ધ નશે કે વિરૂધ્ધ’’ અને “નશામુક્ત ભારત ’’ નું લક્ષ્યાંક નકકી કરવામાં અવેલ છે.જે અનુસાર સંપૂર્ણ ભારતમાં બાળકોને ડ્રગ્સ અને માદક ડ્રવ્યોના સેવન/ઉપયોગથી દુર રાખવા નકકી કરવામાં આવેલ છે.

શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપરથી SCHEDULE H અને X પ્રકારની વેચાણ કરતી ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા લગાવવા મહિસાગર કલેકટર ભાવિન પંડયા દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

મહિસાગર જિલ્લામાં આવેલ SCHEDULE H અને X પ્રકારની જથ્થાબંધ/છુટક દવાઓનું વેચાણ કરતી ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે CCTV કેમેરા ફરજિયાતપણે લગાડવાના રહેશે, CCTV કેમેરાની ગોઠવણી એવી જગ્યાએ કરવી કે જે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાડવાનાં રહેશેત તેમજ ઉક્ત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાડવાના રહેશે.તેમજ તે રેકોર્ડીગની જાળવણી એક માસ સુધી રાખવાની રહેશે, આ CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અધ્યતન ટેક્નોલોજીવાળા અને નાઈટ વિઝન સુવિધાવાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટીવાળા લગાવવાના, તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે, દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી SCHEDULE H અને X પ્રકારની દવાઓના વેચાણ સંબધિત રજિસ્ટર ડીઝિટાઈઝેશન પણ કરવાનું રહેશે અને આ હુકમનો અમલ દિન-૧૫ માં કરવાનો રહેશે.

આ જાહેરનામાંનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર અથવા તેમ કરવામાં મદદગીરી કરનારને કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર

Related posts

Leave a Comment