રાધનપુર શહેર માં જય ભીમ યુવક મંડળ તરફથી સન્માન નું આયોજન

રાધનપુર,

રાધનપુર શહેર માં અનુસૂચિત જાતિ ના આગેવાનો કાર્યકરો શુભેચ્છકો દ્વારા જય ભીમ યુવક મંડળ મસાલી તરફથી સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર નગર પાલિકા ના ઉપપ્રમુખ (1) કાનજી ભાઈ ડી. પરમાર ની નિમણુંક થતા સન્માન સમારોહ લાલ દાસ બાપુ ની મઢી એ રાખવામાં આવ્યો હતો નગરપાલિકા ના સદસ્ય (2) સવિતા બેન શ્રીમાળી થતા (3) લાસુબેન મકવાણા હાજર રહ્યા હતા.

દલિત સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાબ સાહેબ ની પ્રતિમા ને ફૂલ હાર તથા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

કરસનદાસ બાપુ ને ફુલ હાર તેમજ સાલ ઓઢાડી આશીર્વાદ લીધા હતા. તેમજ કાનજી ભાઇ ડી. પરમાર નું ફૂલ હાર તેમજ સાલ ઓઢાડી ને મોટી સંખ્યામાં આગેવાનો એ સન્માન કરેલ.

રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment