હિન્દ ન્યુઝ, જામનગર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું.જ્યાં જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.
Read MoreDay: July 5, 2025
લાલપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, લાલપુર જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અરીખાણા, ગજણા, જોગવડ, ટેભડા, નવી પીપર, નાંદુરી, પડાણા, બબરઝર, મોડપર-૬૫, મોડપર-૬૬, મોડપર-૬૭, મોટા ભરૂડિયા, રંગપર, હરીપર, ખાયડી, રીંજપર, બબરઝર-૧૦૫, વાવડી, નાના ખડબા, ગોવાણા, જસાપર, ટેભડા-૧૧૬, નવાણીયા, સણોસરા, ચારણતુંગી, બબરઝર-૧૩૬, ગોવાણા, કાનાલુસ, ગોવાણા-૧૪૦, જોગવડ-૧૪૧, રીંજપર-૧૪૨, સેતાલુસ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની જગ્યાઓ ભરવાની છે. જેમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા.૧૯ જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાનું રહેશે.નિયત નમુનાના અરજી…
Read Moreજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર આગામી દિવસોમાં મહોરમ, ગુરુપૂર્ણિમા જેવા તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૪-૦૮-૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ,…
Read Moreઆગામી તા.૨૪ જુલાઈના રોજ જામનગર ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ ૨૪-૦૭-૨૦૨૫ ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦-૦૭-૨૦૨૫ સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.…
Read Moreબોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬/૦૭/૨૦૨૫નાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ જુલાઈ-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૮/૦૭/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે. આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાનાં પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, બોટાદની યાદીમાં જણાવવામાં આવે છે.
Read Moreજુલાઈ-૨૦૨૫ના માસનો બોટાદ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૪/૦૭/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ જુલાઈ-૨૦૨૫ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૫ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલી હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં…
Read Moreજાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ ફરમાવતુ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલું માસ જુલાઈ -૨૦૨૫ તથા આગામી ઓગસ્ટ -૨૦૨૫ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર…
Read Moreબોટાદ ફાયર શાખા દ્વારા સ્કુલના બાળકોને તેમજ શાળાના સ્ટાફ માટે ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ ફાયર સેફટી વિશેની સમજ અને જાગૃતતા નાનપણથી જ બાળકોમાં કેળવાય તે હેતુથી, બોટાદ ફાયર શાખાના ફાયર વાયરલેસ ઓફિસર કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુરમ અને કિડઝ કાસલ સ્કુલના બાળકોને તેમજ શાળાના સ્ટાફને અગ્નિશમન સાધનો અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરી ઇમર્જન્સી અને કટોકટીના સમયમાં સાવચેતીના કેવા રક્ષણાત્મક પગલાંઓ લેવા જોઈએ તે વિશે સમજ આપવામાં આવી હતી. આ સાથે બાળકો દ્વારા વિવિધ કલાત્મક ચિત્રો અર્પણ કરી ફાયર વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ શાળા પરિવાર દ્વારા…
Read Moreપ્રાકૃતિક કૃષિથી આ રીતે કરો તુવેરના પાકનું વાવેતર : સમય, અંતર અને જાતોની પસંદગી વિશે જાણો
હિન્દ ન્યુઝ, બોટાદ તુવેરની જાતોમાં મુખ્યત્વે ગુજરાત તુવેર-૧, ગુજરાત તુવેર -૧૦૧ અને ગુજરાત તુવેર -૧૦૩, બી.ડી.એન.-૨, જી.જે.પી. -૧નો સમાવેશ થાય છે. સુધારેલી જાતોનું વાવેતર જુન જુલાઈ મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે ૯૦ થી સેન્ટિમીટર અને બે છોડ વચ્ચે ૨૫ થી ૩૦ સેંટીમીટરે વાવેતર કરવું. રવિ ઋતુ માટે તવેરની ગુજરાત તુવેર -૧૦૨ જાતોનું વાવેતર સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ૧૨ થી ૧૫ કિલો પ્રતિ હેક્ટર બીજનો દર રાખી બે હાર વચ્ચે…
Read Moreમેદસ્વિતા ઘટાડવા માટે ખાંડનું સેવન ઘટાડવું આવશ્યક
હિન્દ ન્યુઝ, બોટાદ ખાંડનું વધુ પડતું સેવન આજનાં સમયમાં મેદસ્વિતાનું એક મુખ્ય કારણ બની ગયું છે. આપણાં દૈનિક આહારમાં છુપાયેલી ખાંડ જેવાં કે ઠંડાં પીણાં, મીઠાઈઓ, બિસ્કિટ અને પેકેજ્ડ ફૂડ આપણાં શરીરમાં વધારાની કેલરી એકઠી કરે છે, જે ચરબીના રૂપમાં શરીરમાં સંગ્રહિત થાય છે. જ્યારે આપણે સતત આ વસ્તુઓનું સેવન કરીએ છીએ ત્યારે શરીરને વધારાની ઊર્જાની જરૂર પડતી નથી અને તેને ચરબીના રૂપમાં સંગ્રહિત કરે છે, જે ધીમે ધીમે વજન વધારવા તરફ દોરી જાય છે. ખાંડનું…
Read More



