લાલપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, લાલપુર

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અરીખાણા, ગજણા, જોગવડ, ટેભડા, નવી પીપર, નાંદુરી, પડાણા, બબરઝર, મોડપર-૬૫, મોડપર-૬૬, મોડપર-૬૭, મોટા ભરૂડિયા, રંગપર, હરીપર, ખાયડી, રીંજપર, બબરઝર-૧૦૫, વાવડી, નાના ખડબા, ગોવાણા, જસાપર, ટેભડા-૧૧૬, નવાણીયા, સણોસરા, ચારણતુંગી, બબરઝર-૧૩૬, ગોવાણા, કાનાલુસ, ગોવાણા-૧૪૦, જોગવડ-૧૪૧, રીંજપર-૧૪૨, સેતાલુસ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની જગ્યાઓ ભરવાની છે. જેમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા.૧૯ જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાનું રહેશે.નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન મામલતદાર કચેરી લાલપુર ખાતેની પી.એમ.પોષણ શાખામાંથી વિના મુલ્યે મળી શકશે. તેમ મામલતદાર લાલપુરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment