હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૭ જેટલા નવનિયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શ્રીમતી મણિબહેન કોટક હાઈસ્કૂલ, વેરાવળ ખાતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા સોમનાથ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ફાળવણી કરેલા ૩૭ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાના હસ્તે નિમણૂક હુકમો એનાયત કરાયા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચાએ નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, શિક્ષણ એ સતત શીખતા…
Read MoreDay: July 3, 2025
નાખડા ગામના સરપંચનું મુખ્યમંત્રીના હસ્તે થશે સન્માન
ગીર સોમનાથ જિલ્લા માટે ગૌરવની ક્ષણ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં કહેવાયું છે કે, ‘સર્વ ભવન્તુ સુખિન:’….જેનો અર્થ થાય છે કે, સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે… ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આ ઉક્તિને બરાબર સાર્થક કરી છે. આરોગ્યક્ષેત્રના માપદંડોમાં નાખડા ગામે રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ૪ જુલાઇ ૨૦૨૫ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી તથા સદસ્યોના અભિવાદન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિશિષ્ટ કામગીરી માટે પસંદ થયેલી શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને વિવિધ માપદંડો અન્વયે સન્માનિત કરવામાં આવનાર છે. જેમાં ગીર સોમનાથ…
Read Moreજિલ્લાના ટી.બી.ના ૩૦૦ દર્દીઓને નિઃશુલ્ક પોષણયુક્ત આહાર કીટનું વિતરણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ટી.બી. દર્દીઓને પોષણયુક્ત આહાર, શ્રેષ્ઠતમ સારવાર ઉપલબ્ધ કરાવવા સાથે રાજ્યમાં ટીબી દર્દીઓમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સમગ્ર રાજ્યમાં ‘નિક્ષય મિત્ર’ યોજનાના અમલીકરણ દ્વારા ટી.બી.ના દર્દીઓની સહાય-મદદ કરી ‘સર્વ ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા’ની ભાવના પ્રગાઢ બની છે. આ જ કરુણાનો ભાવ આગળ વધારતા આજે પ્રભાસપાટણ રામમંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગ અને જિલ્લા ક્ષય કેન્દ્રના માધ્યમથી કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાય અને મહાનુભાવોના હસ્તે ૩૦૦ જેટલા ટી.બી.ના દર્દીઓને નિક્ષય મિત્ર કીટ વિતરણ કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે આ તકે…
Read Moreજિલ્લા ક્ષય કેન્દ્ર-બોટાદ ખાતે NTEP પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે એક જગ્યા માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા ક્ષય કેન્દ્ર-બોટાદ ખાતે NTEP પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે જગ્યા ભરવા અરજી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૭/૨૦૨૫ નાં રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૧૫ માં) ઓનલાઇન અરજી કરવાની રહેશે. લેબોરેટરી ટેકનીશીયનની ૧ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ઇન્ટર મીડીયેટ ૧૦+૨ અને મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીનો અથવા તેને સમકક્ષ ડિપ્લોમાં અથવા સર્ટીફાઇડ કોર્ષ, ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ. વિશેષ લાયકાતમાં એક વર્ષનો એન.ટી.ઇ.પી. અથવા સ્પુટમ માઇક્રોસ્કોપીનો અનુભવ, ગ્રેજ્યુએટ અને અન્ય લાયકાતને પ્રાથમિકતા…
Read Moreસરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ માટે તા.૦૫/૦૭/૨૦૨૫થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાશે
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પેદાશની વેચાણ વ્યવસ્થા માટે પેકીંગ મટીરીયલ્સમાં સહાયનો કાર્યક્રમ, કાચા-પાકા મંડપ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક કેરેટ્સ ), દેવી પૂજકને બીયારણના ઇનપુટમાં સહાય, ફળપાકોમાં પ્લાન્ટીંગ માટે ૯૦% સહાયનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર છોડ દ્રારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા સહાય આપવાનો કાર્યક્રમ, સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, આંબા, જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કેળ…
Read Moreબરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૩/૦૭/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૩/૦૭/૨૦૨૫ બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. બરવાળા તાલુકાના આ તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો અત્રે રજુ કરી શકાય છે. સ્થાનિક…
Read Moreબોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો જુલાઇ માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો જુલાઇ ૨૦૨૫ માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ-૨૩/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર-કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગતા એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ-૧૬/૦૭/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા અથવા swagat.gujarat.gov.in પોર્ટલ પર…
Read Moreડુંગળીના ઓછાં ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને રૂ.૫૦ હજાર સુધીની સહાય મળશે
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યની કોઇપણ એ.પી.એમ.સી.માં તા.૦૧-૦૪-૨૦૨૫ થી તા.૩૧-૦૫-૨૦૨૫ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એ.પી.એમ.સી.માં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ-૨૦૨૫ અને મે-૨૦૨૫ દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને પ્રતિ ક્વિન્ટલ રુ.૨૦૦ની સહાય આપવામાં આવશે. ખેડૂતોએ મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે, મહત્તમ રુ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ-૨.૦ પર તા.૧૫-૦૭-૨૦૨૫ સુધીમાં http://ikhedut.gujarat.gov.in…
Read Moreજામનગર જીલ્લામાં PGVCLના વીજ પોલ ઉપર બિનઅધિકૃત રીતે પ્રસ્થાપિત કરાયેલા ટીવી કેબલ કે અન્ય તાર દુર કરવા અંગેનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) હસ્તકના વીજ પોલો સ્થિત છે. આ વીજ પોલ પર કોઇપણ પ્રકારની પરવાનગી વગર ટેલિવિઝન નેટવર્ક કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આવા કેબલ્સ સાથે જીવંત વીજ તારોના સ્પર્શના કારણે વીજ ઝટકો, આગ તથા ઘાતક અકસ્માતો જેવી ઘટનાઓ બનવાની સંભાવના રહે છે. જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ, સરકારી સંપતિનું નુકસાન અને માનવીય જીવન સામે કૃત્રિમ જોખમ પેદા થાય છે. આથી આ અંગે તકેદારીના પગલાં લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…
Read Moreજામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૫-૬ માટે આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર મૂકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ-૨૦૨૫ થી જુન-૨૦૨૫ના તબક્કાની સહાય માટે તારીખ ૧૫-૦૭-૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર અરજી કરી…
Read More

