અમદાવાદ શહેરમાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુધ્ધના ધોરણે શરૂ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  📌 તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ     રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.  અમદાવાદ શહેરમા ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ,…

Read More

નર્મદા જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪મી જૂલાઈના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની કચેરી અને ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીની કચેરી ખાતે તા.૨૩મી જૂલાઈ-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૪મી જૂલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. જિલ્લાકક્ષા અને તાલુકા-ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારો પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો તા.૧૦ જૂલાઈ સુધીમાં જે તે ખાતાના પ્રશ્નો અંગે સંબંધિત ખાતાના વડાને સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. તેની બે નકલો સંબંધિત…

Read More

સપ્તાહમાં એકવાર હવે બાળકો પણ કહેશે શિક્ષણ બોજ નથી, દફતરનો ખભે ભાર નહી, રમત-ગમત-યોગ અને મેદાની કરવાની મઝા છે

હિન્દ ન્યુઝ, રાજપીપલા      ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લઇ શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ કરી એક નવી દિશા બાળકોને આપી છે. આ પહેલ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં હવે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને બેગ અને પાઠ્યપુસ્તક વિના અભ્યાસનો રસપ્રદ અનુભવ કરાવવાનો છે. કાયમી બોજમાંથી એક દિવસ મુક્ત મળે હળવા ફૂલ થઇને હોશે હોશે શાળા જવાનો દિવસ.   નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના નેતૃત્વમાં તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડે ની…

Read More

લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત      લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અરજદારના વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નીતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ જુલાઈ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૩મીએ અને તા.૨૪મીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૩મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેન…

Read More

ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાના ગામો ખાતે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત       અનુસુચિત જનજાતિના જરૂરીયાતમંદ લોકોને વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તા.૮/૭/૨૦૨૫ના રોજ માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે, ઉમરપાડાના ચારણી પ્રાથમિક શાળા તથા માંડવી તાલુકાના જુનવાણ ગામની પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે.    આ કેમ્પમાં આજુબાજુના ગામોના લોકોને જાતિના દાખલા, રેશનકાર્ડની લગતી કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગાસ્વરૂપ યોજના, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી અનેક વિવિધ યોજનાઓના લાભો મેળવી શકાશે.…

Read More

વિંછીયાના વિકાસ માટે વધુ એક મજબૂત પગથિયુ

હિન્દ ન્યુઝ, રાજકોટ 📍મહત્વાકાંક્ષી ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ નો શુભારંભ! માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા વિંછીયા ખાતે રૂ. ૫.૧૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.    આ યોજનામાં વિંછીયા શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ અને પેવર બ્લોક જેવી મહત્વની કામગીરીનો સમાવેશ કરાયો છે. 🏘️ વિંછીયા ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ હેઠળ 📍 શિવાજી પરા 📍 અનુસૂચિત જાતી વાસ 📍 ફાંગસીયા પરા 📍 રામદેવનગર 📍 પોલીસ સ્ટેશન પાછળના પ્લોટીંગ વિસ્તાર આ વિસ્તારોમાં નવીન ભૂગર્ભ ગટર નેટવર્ક બનાવાશે તેમજ ભાગ-૧ હેઠળ બાકી રહેલી હાઉસ ચેમ્બરોની કામગીરી તથા કામગીરી દરમિયાન નષ્ટ થયેલા…

Read More

કર્ણાટકમાં યોજાયેલી રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના પીટી શિક્ષકે બ્રોન્ઝ મેડલ જીત્યો

હિન્દ ન્યુઝ, વડોદરા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જીવી રહ્યા છે.. અંજના રોહિતે કર્ણાટકમાં યોજાયેલી 51મી પુરુષો અને 43મી મહિલા ઓપન નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં એકંદરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  વર્ષ 2017 માં પાવરલિફ્ટિંગ શરૂ કરી અને 10 થી વધુ વખત રાજ્ય સ્તરે ગુજરાતની સ્ટ્રોંગ વુમન તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

Read More

ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ તેમજ પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી હતી તેમજ વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશ પણ આપ્યા હતા.…

Read More