હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- PVT.LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “ GJ-04-EP 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler – Pvt. Motor Cycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-ES 0001 થી 9999″ નંબરોનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. જેમાં તા.16/07/2025 થી તા.18/07/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.18/07/2025 થી તા.20/07/2025 (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો…
Read MoreDay: July 10, 2025
બાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં છે. જે અન્વયે ખેડૂતોને ઓઈલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સદર યોજનાનું અમલીકરણ બાગાયત વિભાગ દ્વારા થાય છે. પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ તેલની ખાસિયત છે કે તેમાં બનાવેલ ફૂડ પ્રોડકટ લાંબા સમય સુધી બગડતી નથી. પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. દેશમાં આ તેલ…
Read Moreબોટાદ ખાતે અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો
બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં ‘પ્રેરણા ઉત્સવ-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત બોટાદની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં ૬૦ જેટલાં વિદ્યાર્થીઓએ નિબંધ લેખન, કાવ્ય લેખન અને પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો બોટાદના ટાટમમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અને ઘરેલુ હિંસા અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત બોટાદની શાળાઓ પાસે તમાકુનું વેચાણ કરતાં 10 દુકાનદારો પાસેથી કુલ 2000 દંડ વસુલાયો
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. મંત્રીએ નાગરિકોને ખાતરી આપી હતી કે તેમની રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંત્રીએ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા વન વિભાગના અધિકારીઓ સાથે પણ જરૂરી ચર્ચા કરી લોકોની રજુઆતોનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જનતા…
Read Moreડાંગના લવચાલી બ્રિજનું નિરીક્ષણ કરતાં નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, ડાંગ તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ધટનાના પગલે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા તેમજ તેઓની ટીમ સાથે લવચાલી બ્રિજનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ લવચાલી બ્રિજનું સંયુક્ત નિરીક્ષણ કરી વિજયભાઇ પટેલે બ્રિજ અંગે જરૂરી સુચનો કર્યાં હતાં. તેમજ ડાંગ જિલ્લામાં તમામ જૂના બ્રિજોની યોગ્ય મરામત થાય તે તેમજ જરૂજ જણાય તો જૂના બ્રિજના નવા બ્રિજ બનાવવા સુચન કર્યું હતું. ઉલ્લેખનીય…
Read Moreઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપુર એવો આપણો દાહોદ જિલ્લો
હિન્દ ન્યુઝ, દાહોદ સૂર્યદેવ જ્યાં ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે છે એવા દાહોદને કુદરતે જાણે લીલી જાજમ પાથરી સજાવી દીધું છે. ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપુર એવો આપણો દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એમાય ખાસ કરીને પર્યટકોની પ્રાથમિકતા રતનમહાલની રહી છે. હા, અહી આપણે રતનમહાલ રીંછ અભયારણ્ય વિષે વાત કરવાના છીએ. રતનમહાલ અભયારણ્યનું વર્ણન કરવા શબ્દો જ ઓછા પડે, નિરવ શાંતિ વચ્ચે વિવિધ પંખીઓના કલરવ અને ટોચથી પડતા ધોધમાંથી વહેતા ઝરણાંના પાણીનો ખળખળ અવાજ આપણને પોતાની તરફ આપમેળે ખેંચી જાય…
Read Moreપગથી પોતાનું ભાગ્ય લખતી બોટાદની છાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી : પત્ર લખી આપી શુભેચ્છા
હિન્દ ન્યુઝ, બોટાદ સફળતાનો માર્ગ પડકારો હોવા છતાં આગળ વધવાની હિંમતથી મોકળો થાય છે. આ વાત સાબિત કરી બતાવી છે બોટાદની દિકરી છાયાએ.. થોડા સમય અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું તેમાં છાયાએ 51 ટકા પ્રાપ્ત કર્યા છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં છાયાએ કોઈપણ મદદ વગર ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા આપી અને તેમાં સારી ટકાવારી સાથે ઉત્તીર્ણ થઈ હતી. તેની આ સિદ્ધિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર લખી બિરદાવવામાં આવી છે. …
Read Moreબોટાદના ૧૫૦ જેટલા પોલીસકર્મીઓએ ફાયર ડેમોસ્ટ્રેશ અને ફાયરની તાલીમ લીધી
હિન્દ ન્યુઝ, બોટાદ એસપી કચેરી, બોટાદ ખાતે પોલીસ વિભાગનાં ૧૫૦ જેટલાં કર્મચારીઓને બોટાદ ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશન તેમજ ફાયરની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કર્મચારીઓને અગ્નિ ત્રિકોણ વિશે માહિતગાર કરી, આગ લાગે ત્યારે કેવાં રક્ષણાત્મક પગલાંઓ લઇ શકાય તેમજ વિવિધ પ્રકારે લાગતી આગને કેવી રીતે અટકાવી શકાય તેમજ આગને અગ્નિશામક સાધનના યોગ્ય ઉપયોગથી કેવી રીતે બુજાવી શકાય તે વિશેની ફાયર ફાઇટિંગની તાલીમ આપવામાં આવી હતી, તથા વિવિધ પ્રકારનાં Fire Extinguisher અને ફાયર વિભાગનાં…
Read MoreCM ડેશબોર્ડ પર બોટાદ જિલ્લો સતત ત્રણ મહિનાથી પ્રથમ ક્રમે
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ CM ડેશબોર્ડ થકી રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારો, તાલુકાઓ અને જિલ્લાઓમાં અમલી વિવિધ જન કલ્યાણકારી સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. પાયાનાં સ્તર સુધી કલ્યાણલક્ષી સેવાઓનાં નિરીક્ષણ માટે સી.એમ. ડેશબોર્ડ આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સરકારનું મહત્વનું અંગ બની રહ્યું છે. જે પ્રત્યેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો દરેક ક્ષણનો હિસાબ રાખે છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે જે…
Read Moreચાર હજારથી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા
યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક હિન્દ ન્યુઝ, આણંદ અંદાજિત સવારના ૭ થી ૭-૩૦ના આસપાસ મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સાંસદ મિતેશભાઇ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન ઉપર સતત વિગતો મેળવી રહ્યા છે. આ રાહત બચાવ કામગીરીમાં વડોદરા અને આણંદ જિલ્લાના ૪ હજારથી વધુ યુવાનો જોડાયા હતા અને વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ…
Read More




