હિન્દ ન્યુઝ, બોટાદ
એસપી કચેરી, બોટાદ ખાતે પોલીસ વિભાગનાં ૧૫૦ જેટલાં કર્મચારીઓને બોટાદ ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોસ્ટ્રેશન તેમજ ફાયરની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં કર્મચારીઓને અગ્નિ ત્રિકોણ વિશે માહિતગાર કરી, આગ લાગે ત્યારે કેવાં રક્ષણાત્મક પગલાંઓ લઇ શકાય તેમજ વિવિધ પ્રકારે લાગતી આગને કેવી રીતે અટકાવી શકાય તેમજ આગને અગ્નિશામક સાધનના યોગ્ય ઉપયોગથી કેવી રીતે બુજાવી શકાય તે વિશેની ફાયર ફાઇટિંગની તાલીમ આપવામાં આવી હતી, તથા વિવિધ પ્રકારનાં Fire Extinguisher અને ફાયર વિભાગનાં વિવિધ ટુલ્સનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશે પણ પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ફાયર વિભાગ હસ્તકના ઇમર્જન્સી રેસ્ક્યુ વ્હીકલ અન્વયેના સંસાધનોનું એક્સિબિશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં GRD, TRB અને હોમગાર્ડ્સ જવાનો પણ જોડાયાં હતાં.
