હિન્દ ન્યુઝ, બોટાદ
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ CM ડેશબોર્ડ થકી રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારો, તાલુકાઓ અને જિલ્લાઓમાં અમલી વિવિધ જન કલ્યાણકારી સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. પાયાનાં સ્તર સુધી કલ્યાણલક્ષી સેવાઓનાં નિરીક્ષણ માટે સી.એમ. ડેશબોર્ડ આજે અદ્યતન ટેકનોલોજી આધારિત સરકારનું મહત્વનું અંગ બની રહ્યું છે. જે પ્રત્યેક જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો દરેક ક્ષણનો હિસાબ રાખે છે. ડિજિટલ ટેકનોલોજી આધારિત આ પ્લેટફોર્મ પર કામગીરીની થતી સતત અને સર્વાંગી સમીક્ષામાં બોટાદ જિલ્લો રાજ્યભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે જે દરેક બોટાદવાસી માટે ગૌરવપૂર્ણ બાબત છે. જિલ્લા કલેકટર ડો.જીન્સી રોયની પ્રતિબદ્ધતા અને જિલ્લા તંત્રનાં કર્મયોગીઓના અપાર પરિશ્રમની ફળશ્રૃતિરૂપે સરકારની યોજનાઓના પરિણામલક્ષી અને લોકાભિમુખ અમલમાં છેલ્લાં ત્રણ મહિનાથી સતત પ્રથમ ક્રમાંક મેળવીને બોટાદે આ સફળતા પ્રાપ્ત કરી છે.
મુખ્યમંત્રીના કાર્યાલય મારફતે CM DASHBOARD PORTAL – RTPMS અંતર્ગત રેવન્યુ, ૫બ્લિક સર્વિસ, વિવિધ વિભાગોની મુખ્ય યોજનાઓ, ડેવલ૫મેન્ટ વર્ક,અન્ય મહત્વની કામગીરી બાબતે દરેક જિલ્લામાં થયેલ કામગીરી મુજબ DAY to DAY જિલ્લાનાં કલેકટરઓના ક્રમાંક (RANK) આ૫વામાં આવે છે. આ PORTAL હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બોટાદ જિલ્લાએ છેલ્લાં ત્રણ મહિનાથી પ્રથમ ક્રમાંક ૫ર રહીને સુવર્ણ સિધ્ધિ હાંસલ કરી છે.
કાર્યક્ષમતા અને શાસકીય સિદ્ધિમાં બોટાદ જિલ્લાએ આજે ગુજરાતનાં નકશામાં ઉદાહરણરૂપ સ્થાન મેળવી લીધું છે. જિલ્લાનાં વિકાસ યાત્રામાં છેલ્લાં ત્રણ મહિનાથી CM ડેશબોર્ડમાં સતત પ્રથમ સ્થાન પામવાનું શ્રેય કોઈ એકમાત્ર અધિકારીને નહીં, પણ સમગ્ર તંત્રની સંયુક્ત યાત્રાને છે, જેમાં કલેક્ટર ડૉ. જિન્સી રોયનો દૃઢ નેતૃત્વ અને નિયંત્રિત દિશાદર્શન કેન્દ્રસ્થાને છે.
જિલ્લામાં જમીન સંબંધિત પ્રશ્નો, નોંધણીઓ અને મિલકતનાં કાયદાકીય પ્રશ્નોનું ઝડપી નિવારણ કરાયું છે. મહેસૂલ બાબતોમાં ટકાઉ વ્યવસ્થા ઉભી કરીને ઈ-મ્યુટેશન, વેરા વસૂલી અને જમીન હસ્તાંતરણ જેવાં ક્ષેત્રોમાં સમયમર્યાદિત કામગીરીનાં મંડાણ હેઠળ સમગ્ર વ્યવસ્થા દ્રશ્યમાન બનાવી છે. કલેક્ટરએ તાલુકા લેવલે ‘મહેસૂલ કાર્યદિન’ દ્વારા તંત્રને લોકોને નજીક લાવ્યું છે.
મહત્વની યોજનાઓ જેવી કે PMAY, પાણી પુરવઠા યોજનાઓ, આયુષ્માન ભારત, આંગણવાડી સુધારા અને મહિલા કલ્યાણના ક્ષેત્રે વિશિષ્ટ લક્ષ્યાંકોને સમયમર્યાદા અગાઉ પ્રાપ્ત કરી લેવામાં આવ્યાં છે. દરેક યોજનાને માત્ર આંકડાની દ્રષ્ટિએ નહીં, પરંતુ લોકલક્ષી અસરના માપદંડે જોવાયા છે.
જનસેવા સત્તા નહીં, સેવા એ સિદ્ધાંત હેઠળ જનસેવા કેન્દ્રો, ઇ-ગ્રામ સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં ડિજિટલ પારદર્શિતા અને ઝડપી પ્રતિસાદ વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. નાગરિકોનાં પ્રશ્નોનાં 72 કલાકમાં નિરાકરણ માટે જિલ્લાનાં તંત્રએ “Zero Pendency” અભિયાનને જીવંત બનાવ્યું છે.
વિકાસલક્ષી કાર્ય જેવાં કે સડકો, પાણી, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પેકિંગ યુનિટ્સ અને ટકી શકનારા પ્રોજેક્ટ્સના માધ્યમથી બોટાદ જિલ્લાને સર્વાંગી વિકાસની દિશામાં ઝડપથી આગળ ધપાવવામાં આવ્યો છે. કલેક્ટરએ દરેક કામ માટે “માટે નહિ, સાથે” મંત્ર આપી entire stakeholder involvement વિકસાવ્યું છે.
અન્યપ્રવૃત્તિઓ જેવી કે સ્વચ્છતા અભિયાનથી લઈ કન્સર્વેશન, વૃક્ષારોપણ, ડ્રાઇવ્સ, કેમ્પેઈન, મહિલઓ માટે કાર્યશીબિરો, યુવાનો માટે ડિજિટલ લર્નિંગ – જિલ્લાનાં તંત્રશક્તિ માત્ર કામગીરી સુધી સીમિત નહીં રહી, પણ સામાજિક જવાબદારીના પ્રત્યેક ક્ષેત્રે ખરો પાયો ઊભો કર્યો છે.
ડૉ. જિન્સી રોયના નેતૃત્વમાં બોટાદ જિલ્લો મોડલ ગવર્નન્સ અને જનસેવાના જીવંત પર્યાય તરીકે ઊભરી આવ્યો છે. તેમની સાથે જોડાયેલ દરેક અધિકારી અને કર્મચારી એ આ સફળતા યાત્રાનો સહભાગી છે. જ્યાં સુપરવિઝન, સંકલન, ઝડપી નિર્ણય અને નાગરિક માટે કામ કરવાનો વિચાર કેવળ દસ્તાવેજી વિચાર નહીં, પરંતુ વર્તમાન કાર્યશૈલી છે.
આજે ડિજિટલ ગુજરાતનો ડિજિટલ બોટાદ જિલ્લો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પારદર્શક વહીવટની કંડારેલી પગદંડી પર લોકકલ્યાણની દિશામાં અવિરતપણે આગળ વધી રહ્યો છે.
