ચાર હજારથી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા

યુવાનોએ પ્રસરાવી માનવતાની મહેક

હિન્દ ન્યુઝ, આણંદ

       અંદાજિત સવારના ૭ થી ૭-૩૦ના આસપાસ મુજપુર અને ગંભીરાને જોડતા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સાંસદ મિતેશભાઇ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોન ઉપર સતત વિગતો મેળવી રહ્યા છે.

આ રાહત બચાવ કામગીરીમાં વડોદરા અને આણંદ જિલ્લાના ૪ હજારથી વધુ યુવાનો જોડાયા હતા અને વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી તેમની સાથે યુવાઓએ જોડાઇને યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. વળી બફારાની સ્થિતિ હોવાથી તાબડતોબ સ્થાનિક યુવાઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટેલીફોનિક વાત કરી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.

રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલા નાગરિકો માટે પીવાના પાણી, ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને નદીના કિનારે કીચડ હોવાના કારણે તુરંત ત્રણ બૂલડોઝર બોલાવી માર્ગ કરવામાં આવ્યો હતો, તેમજ આજુબાજુ ગામના યુવાનો દ્વારા સ્વયંભુ રાહત અને બચાવની કામગીરીમાં જોડાઇને માણસાઇને મહેકાવી છે.

વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને શાંતિ જાળવવા તથા અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment