હિન્દ ન્યૂઝ, કચ્છ
તા. 30, મુન્દ્રા તાલુકા ના મોટી ભુજપુર ગામે પાપડી ની હાલત દયનીય બની છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ પાપડી ની હાલત ગંભીર બન્યા છતાં પણ ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કેમ નથી ભરવા આવી રહ્યા. મોટી ભુજપુર ગામે મધ્યે થી પ્રસાર થતો આ મુખ્ય માર્ગ છે જ્યાં થી હજારો ની સંખ્યા મા નાગરિકો, ગ્રામજનો, નોકરિયાત વર્ગ પ્રસાર થાય છે. આજ રોજ ઈદ જેવા મહા પવિત્ર દિવસ દરમિયાન પણ અહીં હજારો ની સંખ્યા મા શ્રદ્ધાળુઓ ની અવરજવર ચાલુ રહી હતી. આવા સમયે દરમિયાન જો કોઈ અઈચ્છનીય ઘટના બને છે, કોઈ અકસ્માત સર્જાય છે, તો તેનો જવાબદાર કોણ ? એ વિચારવા જેવું છે. ગ્રામ પંચાયત અને તંત્ર ની ગોર બેદરકારી ના લિધે કોઈ નિર્દોષ નો ભોગ ન બની જાય. એ ભય સર્વે માં જોવા મળી રહેલ છે. એના આગાઉ પણ મિડીયા ના માધ્યમ થી આ ગંભીર પાપડી નો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો પણ તે સમય દરમિયાન રેતી અને માટી દ્વારા કામ ચલાવું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. પણ ટુક સમયમા જ વરસાદી ઝાપટા સાથે આ તંત્ર નો પોલ ખૂલી ગયો હતો અને આ પાપડી ની અંદર થી રેતી અને માટી ક્ષણ ભર મા જ ધોવાઈ ગયા હતા અને હાલ આ પાપડી ની હાલત ફરી થીં ગબડી છે હવે જોવાનું એ રહ્યું કે આ પાપડી નો મજબૂત સમારકામ તંત્ર દ્વારા ક્યારેય હાથ ધરવામાં આવે છે એની લોકો રાહ જોઈને બેઠા છે.
રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ