ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલ થી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી હતી. મંત્રીએ તૈયાર થઈ રહેલા રસ્તાની તેમજ નિર્માણધીન ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમ્યાન મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે.મીના, આગેવાન કુમારભાઈ શાહ સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.      

Read More

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી બેંકો અને મંડળીઓએ લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી લોકોને સલામત અને ટેકનોલોજીયુક્ત બેન્કીંગ સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ છે ત્યારે વધુમાં વધુ નાગરિકો સહકારી બેન્કો સાથે જોડાય અને કો-ઓપરેટીવ મોડલને વધુ સફળ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ-આગેવાનોને તેમણે અનુરોધ કર્યો હતો‌. પશુપાલકો અને ખેડૂતોને આ અંગેની જાણકારી મળી રહે તે માટે તાલુકાકક્ષાએ બેઠકો કરવા જરૂરી…

Read More

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે કચ્છના શિણાય ખાતેથી રૂ.૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ,  ભુજ  આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાય ખાતેથી રૂ. ૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા. સરહદી સુરક્ષાના સાથે…

Read More

કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

હિન્દ ન્યુઝ, ભુજ    ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો.       મંત્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી.       સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.      એક નોંધપાત્ર ઘટનામાં, એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને 52,000 રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ        ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ (ગાંધીધામ) ના ૧૧ કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ) ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા રૂ. ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬…

Read More

જળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

જળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયો જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય જામનગર તા.23 જુલાઈ, જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે. આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં આરોગ્ય, શિક્ષણ, વીજ પુરવઠો, રોડ-રસ્તા તેમજ શહેરી વિકાસનું ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ-સુઈગામ ખાતે આયોજિત સમારોહમાં આરોગ્ય, શિક્ષણ, વીજ પુરવઠો, રોડ-રસ્તા તેમજ શહેરી વિકાસને લગતા ₹55.68 કરોડના 19 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ₹302.69 કરોડના 38 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત બનાસકાંઠા જિલ્લાના વિકાસને ગતિ આપતા કુલ ₹358.37 કરોડના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું હતું.     મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સેચ્યુરેશનના સંકલ્પ સાથે છેવાડાના માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા…

Read More

અકસ્માત નિવારણ માટે ગુજરાતનો પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ રોલર ક્રેશ બેરીયર

હિન્દ ન્યુઝ, ડાંગ     તા: ૨૪ ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઈ-સાપુતારા રોડ અગત્યનો આંતર રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતિય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઊંડી ખીણો તેમજ ભયજનક વળાંક વાળા વિસ્તારો આવેલા છે.  આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગના કુલ ૧૧ જેટલા ભયજનક વળાંકોમા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ‘રોલર ક્રેશ બેરીયર’નો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે. ડાંગ જિલ્લામા ગત દિવસો કરતા હાલ અકસ્માતોના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય…

Read More

राजभवन में उत्तर मध्य क्षेत्र सांस्कृतिक केंद्र, प्रयागराज की शासी निकाय की ऑनलाइन बैठक सम्पन्न

हिन्द न्यूज़, उत्तर प्रदेश        उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल की अध्यक्षता में आज राजभवन में उत्तर मध्य क्षेत्र सांस्कृतिक केंद्र, प्रयागराज की शासी निकाय की ऑनलाइन बैठक सम्पन्न हुई। बैठक में विविध एजेंडा बिन्दुओं पर विस्तार से चर्चा हुई तथा समिति के सदस्यगणों का सुझाव मांगा गया व अनुमोदन हेतु राज्यपाल जी के समक्ष विवरण प्रस्तुत किए गए।              आज सम्पन्न हुई बैठक से वर्चुअली जुड़ते हुए राज्यपाल जी ने कहा कि सांस्कृतिक केंद्र द्वारा संबंधित राज्यो में विविध सांस्कृतिक…

Read More