હિન્દ ન્યુઝ, જામનગર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.જે અન્વયે, જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩-૦૭-૨૦૨૫ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદારશ્રી(શહેર)ના મીટીંગ હોલમાં યોજવામાં આવશે. અરજદારોએ આગામી તા.૧૦-૦૭-૨૦૨૫ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામાં પર…
Read MoreDay: July 2, 2025
જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં જીનિયસ ક્લબ દ્વારા એક ભવ્ય મેગા ગેમ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ૧૨ જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા સ્વ. વિજયભાઈ રૂપાણી અને અન્ય ભોગ બનેલા દિવંગતોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. જામનગર સુરક્ષા સેતુ સોસાયટીના સિટી એ ડિવિઝનમાંથી વિનાયકભાઈ વાઘેલાના નેતૃત્વ હેઠળ કરાટે ટ્રેનર મયુરભાઈ પીપરવદર અને પ્રકાશભાઈ પિંડારીપા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ 300 જેટલા બહેનો સમક્ષ સ્વરક્ષણ અંગેનો અદભુત ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જેને પ્રેક્ષકો તરફથી…
Read Moreદક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ
હિન્દ ન્યુઝ, સુરત થોડી તાપી નદી વિશેની માહિતી આજે અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. આજે શહેરીજનો…
Read Moreજાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે ડાંગ જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ (૧) હેઠળ, ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિ.કે.જોષીએ સમગ્ર જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. તેમજ નીચે દર્શાવ્યા મુજબનો હુકમ કરવામાં આવ્યો છે. (૧) શસ્ત્રોં, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઈ જવું નહિ, (ર) કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ, (૩) પથ્થરો અથવા…
Read Moreડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અમલી
હિન્દ ન્યુઝ, મોરબી સરકાર દ્વારા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાય યોજના હેઠળ રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અતંર્ગત રાજ્યની APMCમાં તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા ખેડૂતો જ સહાયને પાત્ર રહેશે. ખેડૂત દીઠ મહત્તમ રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતો માટે આઇ-ખેડૂત ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પોર્ટલ આગામી તા.૧૫/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ…
Read Moreભુજ ખાતે મધુમેહ, હરસ- મસા- ભગંદર અને મેદસ્વિતા માટે નિદાન-સારવાર-સલાહ તથા સિનિયર સીટીઝન કેર કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભુજ નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત નિ:શુલ્ક મધુમેહ નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સિટીઝન કેર કેમ્પ તથા હરસ-મસા-ભંગદર નિદાન સારવાર કેમ્પનું તા. ૨ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦નો રહેશે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આ કેમ્પમાં ડાયાબીટીસની નિ:શુલ્ક આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધીય તથા યોગ દ્વારા સારવાર, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં પ્રવેશ માટે ૨૯ જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઇ, ૨૦૨૫ રહેશે. પ્રવેશ પ્રક્રીયા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫, સમય ૧૦.૦૦ કલાક યોજાશે. https://cbseitms.rcil.gov.in/nvs/index/registration પર ફોર્મ ભરી શકાશે. ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તથા તમામ પ્રાથમિક શાળાના આચાર્ય વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર- ૯૮૭૯૧૯૨૦૩૯ પર સંપર્ક કરી શકશે તેવું જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના આચાર્યની અખબાર યાદીમાં જણાવાયું છે.
Read Moreગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ હસ્તકની સીધી ધિરાણ લોન યોજનાઓ માટે ૨૬ જુલાઇ સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ હસ્તકની સીધી ધિરાણ લોન યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહિલા સમૃધ્ધિ યોજના વધુમાં વધુ યુનિટ કોસ્ટ રૂ.૧ લાખ, માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ યોજના, વ્યક્તિગત લોન યોજના રૂ.૨ લાખ, પેસેન્જર ઓટોરીક્ષા રૂ.૩ લાખ, જનરલ ટર્મ લોન યોજના રૂ. ૧૦ લાખ, વ્હીકલ લોન યોજના રૂ.૧૫ લાખ સંદર્ભે ૨૬/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી કરવા માટે તેમજ વિશેષ માહિતી માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in ફોર્મ ભરી શકાશે. અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારે ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર-પુરાવા સહિત નીચે મુજબના સરનામે…
Read Moreરાજ્યના મુખ્ય સચિવ પંકજભાઈ જોષીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે “સ્ટેટ કન્વર્જન્સ કમિટી ઓન એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR)”ની બીજી બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આ પ્રસંગે એન્ટિબાયોટિક દવાઓના ઉપયોગ અને રેઝિસ્ટન્સના વલણો પર સીમાચિહ્નરૂપ કામગીરીના બે મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય અહેવાલો – GUJSAR સર્વેલન્સ રિપોર્ટ અને એન્ટિબાયોટિક ઉપયોગ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું. મુખ્ય સચિવએ સ્ટેટ એક્શન પ્લાન ફોર કન્ટેઈનમેન ઓફ એન્ટિમાઈક્રોબિયલ (SAPCAR-G) હેઠળ રાજય સરકારે લીધેલાં વિવિધ પગલાંઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
Read Moreભાવનગર ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ડી. એમ. સોલંકી નો વિદાયમાન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર ડી. એમ. સોલંકી નો વિદાયમાન સમારોહ જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં પ્રાદેશિક કમિશનરને શ્રીફળ અને સાકર અર્પણ કરી 41 વર્ષની નોકરી દરમિયાન કરેલી વિવિધ વિશિષ્ઠ કામગીરીઓના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા. તા. 30/06/2025 ને સોમવારના રોજ વર્ષ 2013 ની બેચના આઈ. એ. એસ. અધિકારી ડી. એમ. સોલંકી (પ્રાદેશિક કમિશનર – નગરપાલિકાઓ, ભાવનગર ઝોન) નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેકટર ડૉ. મનિષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી હુનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક…
Read More


