જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે ડાંગ જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, આહવા

     ડાંગ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તે માટે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ (૧) હેઠળ, ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિ.કે.જોષીએ સમગ્ર જિલ્લામાં હથિયારબંઘી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. તેમજ નીચે દર્શાવ્યા મુજબનો હુકમ કરવામાં આવ્યો છે.

(૧) શસ્ત્રોં, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઈ જવું નહિ,

(ર) કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ,

(૩) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ,

(૪) મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા નહિ,

(પ) જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ. તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ. ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુે તૈયાર કરવા નહિ, અથવા તેનો ફેલાવો કરવો નહિ,

(૬) કોઈ સરઘસમાં સળગતી કે પેટાવેલી મશાલ લઈ જવી નહિ,

(૭) લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવું નહિ.

આ હુકમ નીચે મુજબના વ્યક્તિઓને લાગુ પડશે નહી.

(૧) સરકારી નોકર કે કામ કરતી કોઈ પણ વ્યકિત કે જેને તેના ઉપરી અધિકારીએ ચુંટણી કામગીરી કે સરકારી કામે આવું કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય, અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય,

(ર) જિલ્લાા મેજીસ્ટ્રેટ અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલિસ અધિકારી દ્વારા જેની શારીરિક અશકતતાને કારણે શરીરને ટેકો આપવા લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપેલ હોય.

આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

આ જાહેરનામું તારીખ ૩૦/૬/૨૦૨૫ થી તારીખ ૧૪/૭/૨૦૨૫ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment