વાંકાનેરના ગંગાબેન સિવિલમાં પ્રસૂતાને ખવડાવે છે ઘીનો શીરો

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,

વાંકાનેરના ગંગાબેન છેલ્લાં ચાર વર્ષથી સરકારી હોસ્પિટલમાં પ્રસૂતાને ચોખ્ખા ઘીથી બનાવેલો અને કાજુ, બદામ, પીસ્તા, ચારોલી યુક્ત શીરો ખવડાવીને માનવીની જાતને ઉજાળી રહ્યા છે. શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા ગંગાબેન કાનજીભાઈ ગમારા નાત જાતના ભેદભાવ વિના સ્વખર્ચે ડ્રાય ફ્રુટ શીરો પોતાના ઘરે જાતે જ બનાવી પોતે જ સિવિલ હોસ્પિટલ ખાતે જે કોઈ પણ અને ગમે તેટલી પ્રસુતાઓ હોય તે તમામને શીરો ખવડાવવી પુણ્ય નું ભાથું બાંધે છે. નિસ્વાર્થ ભાવે શીરો સવારે બનાવીને તેમના પતિ કાનજીભાઈની મદદથી મોટરસાયકલ પર સિવિલ હોસ્પિટલ પહોંચે છે. કાનજીભાઈએ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે બધું દ્વારકાવાળાની દયાથી ચાલે છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment