જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં પ્રવેશ માટે ૨૯ જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભુજ

    જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઇ, ૨૦૨૫ રહેશે. પ્રવેશ પ્રક્રીયા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫, સમય ૧૦.૦૦ કલાક યોજાશે. https://cbseitms.rcil.gov.in/nvs/index/registration પર ફોર્મ ભરી શકાશે. ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તથા તમામ પ્રાથમિક શાળાના આચાર્ય વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર- ૯૮૭૯૧૯૨૦૩૯ પર સંપર્ક કરી શકશે તેવું જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના આચાર્યની અખબાર યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment