દાહોદના બોરડી ઇનામી ગામના અંજનાબેન રાઠોડ વાર્ષિક રૂ. ૫ લાખથી વધુ અને મહીને રૂ. ૫૦ હજારથી વધુની ચોખ્ખી આવક મેળવી બહેનો માટે બન્યા પ્રેરણારૂપ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના અંજનાબેન રાઠોડે વર્ષ ૧૯૯૬ માં દુધ મંડળીની શરૂઆત કરી ત્યારે તેમની પાસે માત્ર ૫ ગાયો હતી. અત્યારે તેમની પાસે ૨૨ ગાયો અને ૦૬ વાછરડીઓ છે. તેઓ જણાવે છે કે, તે સમયે ૧૫ લીટર દૂધ વડે દુધ મંડળીની શરૂઆત કરી હતી, ત્યારે એમની પાસે માત્ર ૧૧ સભાસદ બહેનો હતી. જ્યારે અત્યારે ૧૦૮ બહેનોનું સભાસદ જૂથ છે. ૧૮૫ જેટલી બહેનો દૂધ ભરે છે, જેમાં એક દિવસનું ૪૭૦૦ લીટર જેટલું દૂધ ભરવામાં આવે છે.       અંજનાબેન રાઠોડે કહ્યું કે, દર…

Read More

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ઝાલોદ તાલુકાના ઘટક ૨ના ડુંગરી સેજાના આંગણવાડી હેલ્પર બહેનોને રસોઈની અપાઇ તાલીમ

હિન્દ ન્યુઝ, દાહોદ      હાલમાં ચાલી રહેલા સુપોષિત અને સી મેમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી હેલ્પર બહેનોને આંગણવાડી કેન્દ્રમાં સમયસર આવવા માટે અને આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા મેનુ મુજબ નાસ્તા માટે બાળક દીઠ કેટલા પ્રમાણમાં સામગ્રી લેવી અને તેને કઈ રીતે બનાવવી તે તમામ વાનગીઓનું લાઈવ વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.      જેથી બાળકોને આપવામાં આવતા નાસ્તાઓની પૌષ્ટિકતા અને ગુણવત્તામાં સુધારો કરી શકાય. આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતા તેમજ બાળકોની સ્વચ્છતા માટે હાથ ધોવાની પદ્ધતિનો ડેમોસ્ટ્રેશન કરાવવામાં આવ્યું સાથે હેલ્પર બહેનો આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીઓને વધુને વધુ લાભ મળી રહે અને બાળકોમાં…

Read More

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દિલ્હીની ટીમ જામનગર જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર        નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડે અને તેમની દિલ્હીની ટીમે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જીલ્લાની ડીઝાસ્ટર પ્રીપેડનેસ સબંધિત કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કલેકટર કેતન ઠક્કરે જામનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી એક્શન પ્લાન અંગે NDMAની ટીમને માહિતગાર કર્યા હતા.આ બેઠકમાં નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રક વી.કે.ઉપાધ્યાય દ્વારા સમગ્ર જીલ્લાના તથા ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ દ્વારા જામનગર શહેરના ડિઝાસ્ટર પ્લાન અને તેની કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરી હતી.        જેમાં જામનગર જીલ્લાની…

Read More

સૂક્ષ્મજીવોના મહત્વ અને ઇકોસિસ્ટમના સંતુલન જાળવવા પ્રાકૃતિક કૃષિ એક સર્વગ્રાહી અભિગમ

હિન્દ ન્યુઝ, મોરબી     પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને વંદન કરવાનો એક માર્ગ છે, જે આપણી આગામી પેઢીઓ માટે સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યની ખાતરી આપે છે.      પ્રાકૃતિક કૃષિનો આધાર પ્રકૃતિના નિયમોને સમજવા અને તેનું પાલન કરવા પર રહેલો છે. આ પદ્ધતિ ભારતીય ખેતીની…

Read More

કૂપોષિત બાળકને માત્ર ૧૪ દિવસમાં સુપોષિત બનાવતું બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     રાજ્યનું એકપણ બાળક કૂપોષિત ન રહે તે માટે બાલભોગ, દૂધ સંજીવની યોજના, મધ્યાહન ભોજન યોજના જેવા વ્યાપક પ્રયાસો દ્વારા રાજ્યના તમામ નાના બાળકોને સુયોગ્ય પોષણ મળે અને તેવો સશક્ત ભારતના સશક્ત નાગરિક બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.      બાળ કૂપોષણ નાબૂદી માટેનો આવો જ એક પ્રયાસ અને અભિયાન છે. બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર…જ્યાં ૦ થી લઇ ૫ વર્ષ સુધીના કૂપોષિત બાળકને ૧૪ દિવસ માટે સારવાર આપીને સુપોષિત કરવામાં આવે છે. ગીર સોમનાથના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવેલા આ કેન્દ્રમાં…

Read More

કૂપોષિત બાળકને સુપોષિત બનાવતું બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      કૂપોષણ એ સમાજ માટે સામાજિક કલંકની નિશાની છે. નબળું બાળક આગળ જતાં નમાલું બની રહે તે ભારત જેવા વિકાસશીલ દેશને પાલવે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નાના અને કૂપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે બાળભોગથી માંડીને મધ્યાહન ભોજન સુધીની વિવિધ યોજના ચલાવવામાં આવે છે.        રાજ્યના બાળકોને સુપોષિત બનાવવા માટે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં બાળ કૂપોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઈલ્ડ માલન્યૂટ્રિશન ટ્રીટ્મેન્ટ સેન્ટર ચલાવવામાં આવે છે.…

Read More

મેદસ્વિતા અને ડાયાબીટીસ ધરાવતી વ્યક્તિએ વજન કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી

હિન્દ ન્યુઝ, બોટાદ              મેદસ્વીપણું એટલે સરળ ભાષામાં શરીરનું વજન સામાન્ય કરતાં વધારે હોવું. શરીરમાં વધારે માત્રામાં ચરબી જમાં થવાથી શરીરનાં માળખા અને બંધારણમાં ઉંમર, જાતિ અને ઉંચાઈ પ્રમાણેનાં આદર્શ ધોરણોમાં ફેરફાર લાવે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યાં અનુસાર શરીરનાં આદર્શ વજન કરતાં 20 ટકા કે તેથી વધારે વજન વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે જોખમી છે. મેદસ્વિતાનું કારણ આપણાં શરીરમાં કેલરીનું અસંતુલન છે. આપણાં શરીરની જરૂરીઆત કરતાં જયારે આપણે વધારે કેલરી ખાઈએ છીએ ત્યારે શરીર જરૂરીઆત અનુસારની કેલરી ઉપયોગ કરે છે પરંતુ વણવપરાયેલી કેલરી શરીરમાં જમા…

Read More

બોટાદના ટાટમમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અને ઘરેલુ હિંસા અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ              બોટાદ ખાતે મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ ટાટમ ખાતે ગામની બહેનો તેમજ વાડી વિસ્તારમાં કામ અર્થે બહારથી આવી મજૂરીકામ કરતી બહેનો સાથે PHC સેન્ટર પર જાતીય સતામણી વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે ગઢડા પીબીએસસીના કાઉન્સેલર રેખાબેન મજેઠીયા દ્વારા જાતીય સતામણી અને ઘરેલું હિંસા અંગે બહેનોને સમજ આપવામાં આવી હતી. ઉપરાંત સેન્ટર પર આવતાં વિવિધ કેસોની ચર્ચા દ્વારા શક્ય ઉપાયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નોમાં સખી વન સ્ટોપ સેન્ટર કેવી રીતે મહિલાઓને મદદ કરી…

Read More

નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ના પાંચ સંકલ્પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માર્ગદર્શક સિદ્ધાંતો બની રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

હિન્દ ન્યુઝ, નર્મદા      નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓએ ભાગ લીધો છે. NEP-૨૦૨૦ની અમલવારીની સમીક્ષા, મૂલ્યાંકન અને આયોજન થકી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.        કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતનું ઉચ્ચ શિક્ષણ પરિપ્રેક્ષ્ય મૂળભૂત રીતે બદલાયું છે. આજે તેમાં વધુ સરળતા, આંતરવિષયક અભિગમ, સમાવેશી…

Read More

આણંદ ખાતે નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ઓગસ્ટ માસમાં યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા શરુ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૫-૨૬ નું આયોજન ઓગસ્ટ માસમાં કરવામાં આવશે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા ભાગ લેવા માટે ૧૫ થી ૪૦ વર્ષ તથા ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકોએ તા.૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે.

Read More