“વંદે ગુજરાત વિકાસ યાત્રા- વીસ વર્ષનો વિશ્વાસ, વીસ વર્ષનો વિકાસ”

સારા ન્યુઝ, સુરેન્‍દ્રનગર

આઝાદીનાં 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં તમામ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ કાર્યક્રમ અન્વયે આજ રોજ જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને કાર્યકમની રૂપરેખા અંગે જરૂરી માર્ગદર્શન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ હતી. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ ૧૮ વિભાગોની યોજનાકીય કામગીરીનાં યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવશે તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત મોટા પાયે સહાય, વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નવા કામોની જાહેરાત કરવાનો છે. યાત્રાનાં સુચારૂ આયોજન માટે સંબંધિત વિભાગોને નિર્દેશ આપવા સાથે કલેક્ટરએ વિકાસ યાત્રાનાં માધ્યમથી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચવા અને લાભો પહોંચાડવા માટે વિવિધ વિભાગોને માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ યાત્રા દર્શાવતા ત્રણ રથ જિલ્લાભરનાં વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. આ ઉપરાંત યાત્રા અંતર્ગત થનારા વિવિધ કાર્યક્રમોમાં પ્રભાત ફેરી, યોગ કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોનાં વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, આયુષ્યમાન ભારત પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ, નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ, કેવાયસી દ્વારા અપડેશન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિકાસાત્મક કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી 05/07/2022ના રોજ “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો શુભારંભ કરવામાં આવશે અને 19/07/2022ના રોજ સમાપન થશે. આ વિકાસ યાત્રા 15 દિવસમાં જિલ્લાના 90 ગામોને આવરી લેશે. ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત ચુંટાયેલ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શનાબેન ભગલાની, વઢવાણ પ્રાંત અધિકારી વી.એન.સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment