હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા
દેવગઢ બારિયા શહેરમાં આવેલ કાપડી વિસ્તાર મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો. જેમાં ૫૭ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે.

જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજી યુસુફ પટેલ તથા હાજી ઇશાભાઇ પટેલ અને મેક્સિવીન હ્યુમનકેર ફાઉન્ડેશન (N.G.O.) દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં મેક્સિવીન હ્યુમનકેર ફાઉન્ડેશનના (N.G.O.) ના દાહોદ જીલ્લા ઉપપ્રમુખ અબ્દુલ રજાકભાઇ મનસુંરી અને દેવગઢ બારિયા તાલુકા પ્રમુખ મજીતભાઇ પીપલોદીયા, તાલુકા ઉપપ્રમુખ રફિકભાઇ ભીખા, તાલુકા સચિવ યાકુબભાઇ પટેલ, તાલુકા સભ્ય ઇબ્રાહિમ શેખ, ઇબ્રાહિમ બક્ષાવાળા, નગરપાલિકા સભ્ય ઇકબાલભાઇ પટેલ, ડો.મોઇદિ્ન કાજી, ગોધરા ઇન્ડિયન રેડક્રોસના ડો.આર.કે. શાહ અને તેમની પુરી ટીમ સહિત સહકાર આપવા બદલ મેક્સિવીન હ્યુમનકેર ફાઉન્ડેશન દ્વારા તમામનો આભાર વ્યકત કરવામાં આવ્યુ.

રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારિયા


