માણાવદર ખાતે આજે ભવ્ય શાકોત્સવ ઉજવાયો

હિન્દ ન્યૂઝ,  માણાવદર

માણાવદરમાં શ્રી ધર્મકુળ આશ્રિત, સ્વામિનારાય સત્સંગ સમાજ તેમજ શ્રી લક્ષ્મીનારાયનદેવ યુવક મંડળ માણાવદર દ્રારા આજે હનુમાનજીના સાંનિધ્યમાં હળમતાળી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આ ભવ્ય શાકોત્સવ વિશે સ્વામિનારાયણ મંદિર બગસરા ના વિવેકસ્વરૂપ સ્વામી એ જણાવ્યું હતું કે, માણાવદર ધામ ખાતે 200 વર્ષ પહેલાં શાકોત્સવનું આયોજન કરેલું હતું. જેની જાંખી કરતા ભવ્ય શાકોત્સવનું આયોજન આજે કરેલું છે. જેનો હજારો હરીભક્તોએ લાભ લીધો છે.

સવારથી જ સ્વામિનારાયણ ની કથા, ધૂન, પૂજા અર્ચના, સત્સંગથી ભક્તો પોતાના આત્માને પરમાત્મા બનાવી શકે, હિંદુ સસ્ક્રુતિનું ગૌરવ વધે, લોકોને પોતાના કર્તવ્યનો ખ્યાલ આવે અને સમજે તેમજ અહીંના ભક્તોએ પોતાના તન-મન-ધનથી સેવા આપી છે.

આ સત્સંગથી ભક્તોને પ્રેરણા મળશે કે આપણે આપણા માતા પિતાની સેવા કરવી, સમાજની સેવા કરવી…

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment