હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે મહિલા અને બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ ટાટમ ખાતે ગામની બહેનો તેમજ વાડી વિસ્તારમાં કામ અર્થે બહારથી આવી મજૂરીકામ કરતી બહેનો સાથે PHC સેન્ટર પર જાતીય સતામણી વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે ગઢડા પીબીએસસીના કાઉન્સેલર રેખાબેન મજેઠીયા દ્વારા જાતીય સતામણી અને ઘરેલું હિંસા અંગે બહેનોને સમજ આપવામાં આવી હતી. ઉપરાંત સેન્ટર પર આવતાં વિવિધ કેસોની ચર્ચા દ્વારા શક્ય ઉપાયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નોમાં સખી વન સ્ટોપ સેન્ટર કેવી રીતે મહિલાઓને મદદ કરી શકે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PSI વ્યાસ દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અંગેનાં કાયદા અંગે, મહિલાઓ પર થતી હિંસા તેમજ પોલીસની ભૂમિકા ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે dhewના નીતાબેન ચાવડા દ્વારા યોજનાની માહિતી અને 181ના કાઉન્સિલર દ્વારા કાયદાકિય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
