હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૫-૬ માટે આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર મૂકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ-૨૦૨૫ થી જુન-૨૦૨૫ના તબક્કાની સહાય માટે તારીખ ૧૫-૦૭-૨૦૨૫ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ-૨.૦ પર અરજી કરી લેવાની રહેશે.
ઓનલાઇન અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં. ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-૨૧માં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરી,જામનગરને રજૂ કરવાના રહેશે. ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.
