હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે ₹2000ની સહાયનું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં DBTથી વિતરણ કર્યું..l
ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે બેક ટુ બેઝિકનો મંત્ર અપનાવી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડી લેવા તથા આવી ખેતીથી ઉત્પાદિત થયેલા ઉત્પાદનોના વ્યાપક ઉપયોગ માટે આહવાન કર્યું છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનું જન આંદોલન ઉપાડ્યું છે. તેઓ ગામે ગામ જઈને આ માટે માર્ગદર્શન પણ આપે છે : મુખ્યમંત્રી
