રાજકોટ શહેરના બૂટલેગરને કોરોના પોઝિટિવ. S.O.G ની ટીમ કવોરેઇન્ટાઇન

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં માંડાડુંગર વિસ્તારમાંથી દારૂના ધંધાર્થી ભાવેશ ડાભીને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જ્યારે થોડા દિવસ પહેલા બુટલેગરનો કબ્જો મેળવવા માટે રાજકોટ S.O.G ના P.S.I એમ.એન. અંસારી સહિત ત્રણ જવાનો આરોપીનો કબ્જો મેળવવા અમદાવાદ ગયા હતા. ત્યાંથી આરોપી ભાવેશ ડાભીને કારમા બેસાડી રાજકોટ લાવ્યા બાદ નિયમ મુજબ તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો આજરોજ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આરોપી ભાવેશ ડાભીને અમદાવાદ સાબરમતી જેલમાંથી કોરોનાનો ચેપ લાગતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેનો કબ્જો મેળવવા ગયેલા S.O.G ના P.S.I અંસારી સહિતના સ્ટાફના ત્રણ જવાનોને ફેસિલિટી કોરેઇન્ટાઇન કરી તેમના સેમ્પલ મેળવવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment