રાજકોટ શહેર ઢોલરાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ૧૧ ઉદ્યોગપતિ અને નબીરા ઝડપાયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચંદ્રેશનગરમાં રહેતા કારખાનેદાર સુનિલસિંહ નવલસિંહ ભટ્ટીના કોઠારિયા રોડ પરના ઢોલરા નજીક આવેલા ફાર્મ હાઉસમાં રાત્રીના લોકડાઉનનો ભંગ કરી ૧૧ જેટલા શખ્સોને પોતાના ફાર્મ હાઉસમાં એકઠાં કરી મહેફીલ યોજી હોવાની બાતમીના આધારે શાપર પોલીસ મથકના P.S.I. કુલદીપસિંહ ગોહિલ, A.S.I. જે.બી.રાણા અને રોહિતભાઇ બકોત્રાએ દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ચંદ્રેશનગરના સુનિલસિંહ નવલસિંહ ભટ્ટી, નાનામવા રોડ ફુલવાડી પાર્કના રાકેશ પ્રવિણ દુદાણી, મવડી રામધણ પાસે રહેતા જીજ્ઞેશ ધર્મેશ દુદાણી, ચિત્રકૂટધામના સમિર રતિલાલ જીવાણી, રંગોલી બંગલામાં રહેતા ધર્મેશ રમેશ દુધાત્રા, રામનગરના અજય જયસુખ ટાંક, બાપા સિતારામ ચોકના હરેશ ધીરૂ દુધાત્રા, નવલનગરના અજય લાલજી રામાણી, મવડી મેઇન રોડના કિશોર પાંચા સોરઠીયા, નંદકીશોર સોસાયટીના હિતેશ શૈલેષ વરમોરા અને નંદનવન સોસાયટીના અજીત જીલુભાઇ વાંક નામના શખ્સોને નશો કરેલી હાલતમાં ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી દારૂની ત્રણ ખાલી બોટલ, રેડ બ્લુ એનર્જી ડ્રિન્કસ બે બોટલ, બીસ્લેરી સોડા બે બોટલ, કાચના નવ ખાલી ગ્લાસ, ચવાણું અને વેફસ અને ચાર કાર મળી રૂા.૧૯ લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment