લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ/જુગારના સાહિત્ય સહિત પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

લાઠી,

લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૨૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના લાઠી તાલુકાના મતીરાળા ગામે સહકારી મંડળીની બાજુમાં બે અલગ અલગ જગ્યાએ કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે અલગ અલગ ફીલ્‍ડમાં કુલ ૧૫ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત લોકડાઉનના કરફ્યુના સમયગાળા દરમ્‍યાન બિનજરૂરી ઘરની બહાર નીકળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

રિપોર્ટર : પિયુષ સાવલિયા, જુનાગઢ

Related posts

Leave a Comment