રાજકોટ શહેર કાલથી રાજ્યભરમાં R.T.O કચેરી રાબેતા મુજબ ચાલુ થશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર R.T.O ખાતે આવતા અરજદારો તથા કર્મચારીઓને કોરોના વાયરસનું સંક્રમણ થાય નહી તેમજ R.T.O ખાતે નાગરિક સેવાઓને વધારે વ્યવસાયલક્ષી બનાવવા સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ તે મુજબ જરૂરી સોશીયલ ડીસ્ટન્સ જળવાય R.T.O કચેરીઓને કાર્યરત કરવામાં આવશે. જૂન માસ દરમિયાન ફિટનેશ માટે આવતા વાહનો પૈકી જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમણે તા.૮,૧૫ અને ૨૨ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમણે તા.૯,૧૬ અને ૨૩ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તેમણે તા.૧૦,૧૭ અને ૨૪ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તેમણે તા.૧૧,૧૮ અને ૨૫ જૂનના રોજ તેમજ જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૦ હોય તેમણે તા.૧૨,૧૯ અને ૨૬ જૂનના રોજ ફિટનેશ કેમ્પમાં આવવાનું રહેશે. આમ છતાં R.T.O માં અરજદારોની ઈન્કવાયરી માટે લેન્ડ લાઈન ટેલીફોન તેમજ ઇન્કવાયરી વિન્ડો પણ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત આર.સી.બુક, ડ્રાઈવીંગ લાયસન્સ અને ફેસલેશ સેવાઓનું પણ સુપરવિઝન મોનીટરીંગ કરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment