નાનાપોઢામા વાપી રોડ ઉપર મારુતિ વેનમાં આગ લાગતા મારુતિ વેન બળીને ખાખ

વલસાડ,

કપરાડા તાલુકાના નાનાપોઢા વાપી રોડ ઉપર સામરપાડા ગામના રહીશ ગજુભાઇ રણછોડભાઈ પટેલ કે જેઓ GJ 15, DC 0217 નંબરની મારુતિ વેન લઈ નાનાપોઢા ખાતે ડાંગરનું બિયારણ લેવા માટે આવ્યા હતા, નાનાપોઢા એગ્રો સેન્ટર પરથી ડાંગરનું બિયારણ લીધા બાદ તેઓ તેમની ગાડી લઈ વાપી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જઇ રહ્યા હતા, જે સમયે મારુતિ વેનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં મારુતિ વેનમાં ભીષણ આગ લાગી હતી, મારુતિ વેનમાં આગ લાગી હોવાનું જોતા જ રોડ પર અવરજવર કરતાં લોકોએ બૂમાંબુમ પાડવા લાગ્યા હતા, જે સાંભળી મારુતિ વેન ચાલક તરજ મારુતિ વેન છોડી ઉતરી ગયો હતો, જોતજોતામાં મારુતિ વેન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, આ ભડકાવ આગ જોતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ચાલકને બચવવા દોડી આવ્યા હતા, મારુતિ વેનમાં આગ ભારે પ્રસરી ગઈ હતી, આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ નજીક વિસ્તારમાં કોઈ પણ ફાયર બ્રિગેડની સુવિધાઓ ન હતી, જેના કારણે સંપૂર્ણપણે મારુતિ વેન બળીને ખાખ થઈ ગઈ હતી.

રિપોર્ટર : કૃતેશ પટેલ, વલસાડ

Related posts

Leave a Comment