કોડીનાર તાલુકા ખાતે ‘ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ’ અંગે જાગૃતિ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કોડીનારના વેલણ-માઢવાડ ગામ ખાતે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫’ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ.જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે માહિતી, ડીઆરડીએ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર બારડ રાજેશભાઈ તેમજ બારડ રોહિતભાઈ દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સખીમંડળ વિશે જાણકારી આપવામાં આવી હતી તથા સખી વન સ્ટોપ સેન્ટર પોલિસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનની માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની પણ માહિતી આપવામાં આવેલ હતી. આ તકે વેલણ, માઢવાડ ગામની સ્થાનિક મહિલાઓની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતી રહી હતી.

Related posts

Leave a Comment