હિન્દ ન્યુઝ, બોટાદ
ફાયર સેફટી વિશેની સમજ અને જાગૃતતા નાનપણથી જ બાળકોમાં કેળવાય તે હેતુથી, બોટાદ ફાયર શાખાના ફાયર વાયરલેસ ઓફિસર કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુરમ અને કિડઝ કાસલ સ્કુલના બાળકોને તેમજ શાળાના સ્ટાફને અગ્નિશમન સાધનો અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરી ઇમર્જન્સી અને કટોકટીના સમયમાં સાવચેતીના કેવા રક્ષણાત્મક પગલાંઓ લેવા જોઈએ તે વિશે સમજ આપવામાં આવી હતી. આ સાથે બાળકો દ્વારા વિવિધ કલાત્મક ચિત્રો અર્પણ કરી ફાયર વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ શાળા પરિવાર દ્વારા બોટાદ ફાયર વિભાગની ઉમદા કામગીરીની સારાહના કરી પ્રશંસા-પત્ર આપવામાં આવ્યા હતા.
