હિન્દ ન્યુઝ, બોટાદ
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લાઓમાં કલા મહાકુંભ:૨૦૨૫/૨૬ આયોજન કરવામાં આવ્યું છે.
કલા મહાકુંભમાં કલાકારો સ્પર્ધકો ભાગ લે તે હેતુથી તાલુકા કક્ષાએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની અલગ-અલગ ૦૪ (ચાર) વયજુથમાં ભાઈઓ-બહેનો માટે સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિત્ય ક્રમે વિજેતા થયેલાં સ્પર્ધકો તેમજ સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર કૃતિઓની તા.૦૫/૦૮/૨૦૨૫ ના રોજ શ્રી વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ, તરઘરા ખાતે જિલ્લાકક્ષાની કુલ ૨૭ કૃતિઓની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
