હિન્દ ન્યુઝ, બોટાદ
આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રવેશસત્ર-૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ રાણપુર ખાતે ફીટર, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસટન્ટ, મિકેનિક ડીઝલ, મશીનીષ્ટ ગ્રાઈન્ડર અને વેલ્ડર ટ્રેડમાં બીજા રાઉન્ડ માટેનાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ તા.૨૮/૦૭/૨૦૨૫ થી https://itiadmission.gujarat.gov.in/ પોર્ટલ શરુ છે. પ્રવેશ માટેના ઓનલાઈન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયા સંબંધિત માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણપુર, ગિરનારી આશ્રમ પાસે, પાળીયાદ રોડ, નાની વાવડી પાટિયા સામે, રાણપુરની રૂબરૂ મુલાકાત લેવા જણાવવામાં આવે છે.
