ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારાજામનગરના વિવિધ સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અને નશા મુક્તિ અંગે જાગૃતિ અભિયાનનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના માનસિક રોગ ચિકિત્સા વિભાગ દ્વારા જિલ્લાની જાહેર જનતામાં માનસિક રોગ અને તેના ઉપચાર, નશા મુક્તિ, અને ટેલીમાનસ હેલ્પલાઇન અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જામનગરની જાહેર જગ્યાઓ પર લોકોને ઉપરોક્ત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ડો. દીપક તિવારી, તબીબી અધિક્ષક અને માનસિક રોગ ચિકિત્સા વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ, આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે ડો. આનંદ ભોજાણીની આગેવાનીમાં, અને એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ડિસ્ટ્રિક્ટ કન્વીનર ડો.પટેલની આગેવાનીમાં, માનસિક રોગ ચિકિત્સા વિભાગના તબીબો, ઇન્ટર્ન ડોકટરો, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીના તમામ કર્મચારીઓ દ્વારા લોકોને માનસિક આરોગ્ય સંબંધિત વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ માહિતીમાં માનસિક રોગના લક્ષણો, ઉપચાર પદ્ધતિઓ, નશાબંધીના ફાયદા, અને વ્યસનમુક્તિ માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર જણાવાયું હતું.

આ જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોસ્પિટલ ખાતે વહેલી તકે નિદાન અને સારવાર કરાવી શકે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રયાસના ભાગરૂપે, આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ટેલીમાનસ હેલ્પલાઇન વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ હેલ્પલાઇન માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે તાત્કાલિક સલાહ અને સહાય પૂરી પાડે છે. જાગૃતિ ફેલાવવાના હેતુસર મોટા પાયે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત અગત્યની માહિતી અને વિગતો દર્શાવવામાં આવી હતી.

 

 

 

 

Related posts

Leave a Comment