વલસાડ જિલ્લા પંચાયતનું જિલ્લાવ કક્ષાનું ૧૫ મા નાણાંપંચ અંતર્ગત રૂા. ૧૫૯૬ લાખનું રાજય સરકારે નાણાંકીય વર્ષઃ- ૨૦૨૦૧-૨૧ અને ૨૦૨૧-૨૨ નું બજેટ મંજૂર કર્યુ

હિન્દ ન્યુઝ, વલસાડ

          રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયત વલસાડનું ૧૫ માં નાણાંપંચ અંતર્ગત વર્ષઃ- ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ નું જિલ્લા કક્ષાનું રૂા. ૧૫૯૬.૪૦ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાનીએ આ અંગે માહિતી વિભાગ વલસાડને એક મુલાકાતમાં જણાવ્યુંજ હતું કે, રાજય સરકાર દ્વારા આ બજેટમાં જિલ્લાાને દરેક વિભાગમાં ભાર મૂકી સમાન બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટ હેઠળ શિક્ષણ ક્ષેત્રે કુલ રૂા. ૫૧૫.૧૦ લાખની ફાળવણી કરવામાં આવી છે જે અનુસાર પ્રાથમિક શાળામાં ૩૨ નવા ઓરડા માટે રૂા. ૨૫૬ લાખ અને ૭૩ જેટલી પ્રાથમિક શાળમાં ખૂટતી સુવિધા જેવી કે પાણી, શૌચાલય અને મધ્યાઓહન ભોજન યોજનાના શેડ વગેરે માટે રૂા. ૨૫૯.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. પંચાયત વિભાગ માટે જિલ્લાની ૧૧ જેટલી ગ્રામ પંચાયતો માટે રૂા. ૧૫૪ લાખ અને ૭ ગ્રામ પંચાયતમાં ખૂટતી સુવિધા માટે રૂા.૨૭.૪૦ લાખ મંજૂર કરવામાં આવ્યાા છે. જિલ્લાની નવી ૧૮ આંગણવાડી માટે રૂા. ૧૨૬ લાખ અને ૫૯ આંગણવાડીમાં ખૂટતી સુવિધા માટે રૂા. ૫૩.૮૦ લાખ ફાળવવામાં આવ્યાી છે. આરોગ્યસ ક્ષેત્રે જિલ્લાના પ્રાથમિક આરોગ્યન કેન્દ્રા અને સામૂહિક આરોગ્યે કેન્દ્રો માટે ખૂટતી પાયાની સુવિધા માટે રૂા. ૩૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. સિંચાઇ ક્ષેત્રે જિલ્લાના ૪૫ ચેકડેમો માટે રૂા. ૨૬૦.૭૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાકમાં સ્વ ચ્છસતા મિશન અંતર્ગત ૩૬ જેટલા કચરાના વાહન તથા સાધન માટે રૂા. ૨૯૦.૨૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત ધરમપુર તાલુકાની ગડી અને કપરાડા તાલુકાની ગીરનારા આશ્રમશાળા માટે નવા ઓરડાઓ અને છાત્રાલય માટે રૂા. ૧૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યાલ છે. આ ઉપરાંત જિલ્લાની ૨૪ ગ્રામ પંચાયતોના મકાન પર સોલાર રૂફ ટોપ માટે રૂા. ૩૯.૨૦ લાખ મંજૂર કરવામાં આવ્યાશ છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની અને જિલ્લા પંચાયત વલસાડના સર્વે સદસ્યો ના સહિયારા પ્રયાસોથી જિલ્લાનું દરેક વિભાગો માટે આ બજેટમાં સંતુલિત આયોજન કરવામાં આવ્યુંમ છે. 

Related posts

Leave a Comment