રાજકોટ શહેર S.O.G ટીમે બાતમી આધારે સોખડા પંથકમાં બે સ્થળોએ દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા ૪ શખ્સોને દબોચી લીધા

રાજકોટ,

 

તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, J.C.P અહેમદ, D.C.P જાડેજા, D.C.P મીણાની સૂચનાથી S.O.G, P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહીર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અજયકુમાર શુક્લા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોડી રાત્રે સોખડા તરફ જતા સ્વસ્તિક હોસ્પિટલની બાજુમાં આવેલ સોમનાથ બોરવેલ નામના સ્થળે દરોડો પાડ્યો હતો ત્યાંથી ભાવેશ બાલધા અને દીક્ષિત વઘાસીયા હાજર મળી આવતા બંનેની અટકાયત કરી હતી. ત્યાંથી પોલીસે ૫,૩૩,૬૦૦ રૂપિયાનું ૯૨૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી, ખાલી કેરબા અને ૨ ફ્યુલ પંપ સહીત ૬,૩૪,૬૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર:, રાજકોટ

Related posts

Leave a Comment