ભાવનગર જિલ્લામાં સારા વરસાદને લીધે ૩.૭૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      ભાવનગર જિલ્લામાં આ વર્ષે આરંભથી જ સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમા આનંદની લ્હેર પ્રસરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવણીમાં ભાવનગર જિલ્લામાં કપાસ મોખરે છે. જ્યારે મગફળીનું વાવેતર બીજા ક્રમે રહ્યું છે. ભાવનગરમાં તા.૨૪મી જુલાઇ,૨૦૨૫ સુધીમાં ૩,૭૪,૯૪૯ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે.

ચાલુ સિઝનમાં થયેલાં વાવેતરની વિગતો જોઇએ તો ભાવનગર તાલુકામાં ૧,૨૮૯ હેક્ટરમાં બાજરી, ૨૦ હેક્ટરમાં તુવેર, ૪૮ હેક્ટરમાં મગ, ૧૪ હેક્ટરમાં અડદ, ૩,૩૬૪ હેક્ટરમાં મગફળી, ૦૩ હેક્ટરમાં તલ, ૦૩ હેક્ટરમાં સોયાબીન,૭,૫૨૧ હેક્ટરમાં કપાસ, ૧,૦૯૫ હેક્ટરમાં શાકભાજી, ૧૨,૦૫૮ હેક્ટરમાં ઘાસચારા, ૨,૨૮૭ હેક્ટરમાં ફળપાકો સહિત કુલ-૨૭,૭૦૨ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ગારીયાધાર તાલુકામાં ૧૪૧ હેક્ટરમાં બાજરી, ૩૫ હેક્ટરમાં તુવેર, ૨૭ હેક્ટરમાં મગ, ૦૨ હેક્ટરમાં મઠ,૦૭ હેક્ટરમાં અડદ,૨,૬૩૪ હેક્ટરમાં મગફળી, ૫૪ હેક્ટરમાં તલ, ૩૪ હેક્ટરમાં સોયાબીન,૩૪,૨૪૭ હેક્ટરમાં કપાસ,૧૪૭ હેક્ટરમાં શાકભાજી, ૯૮૭ હેક્ટરમાં ઘાસચારો, ૬૧ હેક્ટરમાં સરઘવો,૨૧૭ હેક્ટરમાં ફળપાકો સહિત કુલ-૩૮,૫૯૭ હેક્ટરમાં વાવેતર થયું છે.

ઘોઘા તાલુકામાં ૬૬૨ હેક્ટરમાં બાજરી, ૧૧૦ હેક્ટરમાં તુવેર,૧૦૦ હેક્ટરમાં મગ, ૦૫ હેક્ટરમાં અડદ, ૧૩,૪૨૩ હેક્ટરમાં મગફળી, ૦૭ હેક્ટરમાં સોયાબીન, ૭,૪૧૧ હેક્ટરમાં કપાસ, ૫૦૧ હેક્ટરમાં શાકભાજી, ૩,૧૩૧ હેક્ટરમાં ઘાસચારો અને ૦૧ હેક્ટરમાં શેરડી સહિત કુલ-૨૫,૩૫૧ હેક્ટરમાં વાવેતર થયું છે.

જેસર તાલુકામાં ૧૭૧ હેક્ટરમાં બાજરી, ૦૮ હેક્ટરમાં મકાઇ, ૯૧ હેક્ટરમાં તુવેર, ૨૨ હેક્ટરમાં મગ, ૦૪ હેક્ટરમાં મઠ, ૩૨ હેક્ટરમાં અડદ, ૧૫,૦૦૧ હેક્ટરમાં મગફળી, ૨૭ હેક્ટરમાં તલ,૦૩ હેક્ટરમાં દિવેલા,૯,૦૦૮ હેક્ટરમાં કપાસ, ૩૧૨ હેક્ટરમાં શાકભાજી, ૭૭૪ હેક્ટરમાં ઘાસચારો,૦૭ હેક્ટરમાં શેરડી,૩૬૨ હેક્ટરમાં ડુંગળી,૧૩૦ હેક્ટરમાં સરઘવા સહિત કુલ-૨૫,૯૫૨ હેક્ટરમાં વાવેતર થયું છે.

મહુવા તાલુકામાં ૯૨૦ હેક્ટરમાં બાજરી, ૧૨૩ હેક્ટરમાં મગ,૩૭,૦૦૨ હેક્ટરમાં મગફળી, ૦૭ હેક્ટરમાં તલ,૦૫ હેક્ટરમાં સોયાબીન,૨૫,૭૯૪ હેક્ટરમાં કપાસ,૧,૦૨૫ હેક્ટરમાં શાકભાજી,૪૨૭૩ હેક્ટરમાં ઘાસચારો,૧૫ હેક્ટરમાં શેરડી,૨૦૩ હેક્ટરમાં કેળ,૧,૦૮૫ હેક્ટરમાં ફળ પાકો સહિત કુલ-૭૦,૪૫૨ હેક્ટરમાં વાવેતર થયું છે.

પાલીતાણા તાલુકામાં ૪૩૭ હેક્ટરમાં બાજરી,૨૫૭ હેક્ટરમાં તુવેર, ૮૮ મગ,૧૭ હેક્ટરમાં મઠ, ૩૨ હેક્ટરમાં અડદ, ૬,૨૨૧ હેક્ટરમાં મગફળી, ૨૩૭ હેક્ટરમાં તલ, ૧૮ હેક્ટરમાં સોયાબીન,૨૧,૯૧૨ હેક્ટરમાં કપાસ, ૨૫૧ હેક્ટરમાં શાકભાજી, ૨,૯૯૬ હેક્ટરમાં ઘાસચારો,૩૦ હેક્ટરમાં શેરડી,૦૮ હેક્ટરમાં ડુંગળી,૩૩૫ હેક્ટરમાં સરઘવો,૦૯ હેક્ટરમાં કેળ,૭૮ હેક્ટરમાં ફળ પાકો સહિત કુલ-૩૨,૯૨૬ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.

શિહોર તાલુકામાં ૭૯૫ હેક્ટરમાં બાજરી, ૧૨૨ હેક્ટરમાં તુવેર,૫૯ હેક્ટરમાં મગ, ૦૪ હેક્ટરમાં મઠ, ૦૮ હેક્ટરમાં અડદ, ૧૦,૫૨૧ હેક્ટરમાં મગફળી, ૧૨૩ હેક્ટરમાં તલ, ૪૨ હેક્ટરમાં દિવેલા,૧૮ હેક્ટરમાં સોયાબીન,૨૪,૬૩૬ હેક્ટરમાં કપાસ, ૬૦૮ હેક્ટરમાં શાકભાજી, ૩,૫૨૨ હેક્ટરમાં ઘાસચારો,૦૪ હેક્ટરમાં શેરડી,૮૮ હેક્ટરમાં સ્વીટ કોર્ન,૦૩ હેક્ટરમાં ડુંગળી,૧,૫૧૮ હેક્ટરમાં સરઘવો,૪,૦૧૫ હેક્ટરમાં ફળ પાકો સહિત કુલ-૪૬,૦૮૬ હેક્ટરમાં વાવેતર થયું છે.

તળાજા તાલુકામાં ૧,૦૧૧ હેક્ટરમાં બાજરી,૫૬ હેક્ટરમાં મકાઈ,૮૮ હેક્ટરમાં તુવેર,૬૬ હેક્ટરમાં મગ,૦૧ હેક્ટરમાં મઠ,૩૪ હેક્ટરમાં અડદ,૨૨,૮૬૨ હેક્ટરમાં મગફળી,૯૪ હેક્ટરમાં તલ,૭૬ હેક્ટરમાં દિવેલા,૧૧૮ હેક્ટરમાં સોયાબીન,૧૭,૨૫૭ હેક્ટરમાં કપાસ, ૭૪૨ હેક્ટરમાં શાકભાજી,૫,૪૦૪ હેક્ટરમાં ઘાસચારો,૪૮૮ હેક્ટરમાં શેરડી,૧૧૮ હેક્ટરમાં સ્વીટ કોર્ન,૧૩ હેક્ટરમાં ડુંગળી,૧૩ હેક્ટરમાં સરઘવો,૭૯ હેક્ટરમાં કેળ,૪૯ હેક્ટરમાં ફળ પાકો સહિત કુલ-૪૮,૫૬૯ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે.

તેવી જ રીતે ઉમરાળા તાલુકામાં ૭૧ હેક્ટરમાં તુવેર,૧૬ હેક્ટરમાં મગ,૩૩૨ હેક્ટરમાં મગફળી,૧૪ હેક્ટરમાં તલ,૦૮ હેક્ટરમાં સોયાબીન,૨૫,૦૯૮ હેક્ટરમાં કપાસ,૨૧૦ હેક્ટરમાં શાકભાજી,૭૬૫ હેક્ટરમાં ઘાસચારો,૦૩ હેક્ટરમાં શેરડી,૮૫ હેક્ટરમાં સરઘવો,૭૧૯ હેક્ટરમાં ફળ પાકો સહિત કુલ-૨૭,૩૨૧ હેક્ટરમાં વાવેતર થયું છે.

 જ્યારે વલ્લભીપુર તાલુકામાં ૨૮,૪૪૮ હેક્ટરમાં કપાસ, ૫૨૮ હેક્ટરમાં શાકભાજી અને ૩,૦૧૭ હેક્ટરમાં ઘાસચારા સહિત કુલ-૩૧,૯૯૩ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.

આમ, ભાવનગર જિલ્લામાં ૫,૪૨૬ હેક્ટરમાં બાજરી, ૬૪ હેક્ટરમાં મકાઇ, ૭૯૪ હેક્ટરમાં તુવેર, ૫૪૯ હેક્ટરમાં મગ, ૨૮ હેક્ટર મઠ, ૧૩૨ હેક્ટર અડદ, ૧,૧૧,૩૬૦ હેક્ટરમાં મગફળી, ૫૫૯ હેક્ટરમાં તલ, ૧૨૧ હેક્ટરમાં દિવેલા,૨૧૧ હેક્ટરમાં સોયાબીન, ૨,૦૧,૩૩૨ હેક્ટરમાં કપાસ, ૫,૪૧૯ હેક્ટરમાં શાકભાજી, ૩૬,૯૨૭ હેક્ટરમાં ઘાસચારા, ૫૪૮ હેક્ટરમાં શેરડી, ૨૧૦ હેક્ટરમાં સ્વીટકોર્ન, ૩૮૬ હેક્ટરમાં ડુંગળી, ૨,૧૪૨ હેક્ટરમાં સરઘવો,૨૯૧ હેક્ટરમાં કેળ સહિત કુલ-૩,૭૪,૯૪૯ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ નોર્મલ વાવેતરની આંકડાકીય વિગતો જોઇએ તો ભાવનગર તાલુકામાં ૩૧,૬૨૧ હેક્ટર, ગારીયાધારમાં ૩૮,૯૭૧ હેક્ટર,ઘોઘામાં ૨૬,૩૨૪, જેસરમાં ૨૮,૨૪૫ હેક્ટર, મહુવામાં ૭૮,૫૭૧, પાલીતાણામાં ૩૪,૩૭૧ હેક્ટર, શિહોરમાં ૪૨,૮૩૪ હેક્ટર, તળાજામાં ૫૮,૨૯૩ હેક્ટર, ઉમરાળામાં ૩૦,૯૦૬ હેક્ટર અને વલ્લભીપુરમાં ૪૫,૨૧૮ હેક્ટર સહિત કુલ-૪,૧૫,૩૫૪ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment